Gujarat

જેતપુરના નવાગઢ વિસ્તારમાં દંપતી સંચાલિત જુગાર ધામ ઉપર દરોડોઃ 4 મહિલા સહિત 14 પતાપ્રેમીની ધરપકડ

જેતપુરમાં નવાગઢ વિસ્તારમાં દંપતી સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ત્રણ મહિલા સહિત ૧૪ શખ્સોને ઝડપી લઈ ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .
પોલીસ ચોપડે ગુનો નોંધાયા મુજબ જેતપુરના નવાગઢમાં રામૈયા વિસ્તારમાં  રહેતા લલિત ચાવડા અને તેની પત્ની સોનલ ઉર્ફે કાળી પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે જેતપુર પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી પતા ટીચતા કાદીર ઉર્ફે સમીર વલીભાઇ ચૌહાણ, હાજી ઇસ્માઇલભાઇ જુણેજા, લક્ષ્મણભાઇ કરમચંદ ભુવાણી, ગોપાલભાઇ નાનુભાઇ કોરાટ, હનીફ ઉર્ફે હનો ઇસાભાઇ મતવા, રવીભાઇ મંગળુભાઇ શેખવા, હુસેન ઉર્ફે સલીમ સોડાવાળો જીકરભાઇ તેરવાડીયા, હિતેષભાઇ રસીકભાઇ પરમાર, શબ્બીર યુનુસભાઇ સુથાર, જશુબેન ગીલાભાઇ દેવશીભાઇ ઝાપડા, નજમાબેન ફિરોજભાઇ આલમભાઇ સમા, રમાબેન હાસમભાઇ સુલેમાનભાઇ મોરાણી,લલિત જેઠાભાઇ ચાવડા, સોનલબેન ઉર્ફે કાળી લલીતભાઇ ચાવડા, (રહે. રામૈયા વિસ્તાર, જેતપુર)ને ઝડપી લઇ પટમાંથી રૂપિયા 92750ની રોકડ અને નવ મોબાઇલ , બાઈક સહિત કુલ રૂપિયા 1.38 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220509-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *