Gujarat

વડોદરામાં ગાયે વિદ્યાર્થીને શિંગડુ મારતા આંખ ફૂટી ગઈ

વડોદરા
ગુજરાતમાં ઠેર-ઠેર તમામ વિસ્તારોમાં, જિલ્લાઓ, તાલુકાઓમાં તેમાં પણ મહાનગર વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ વધી ગયો છે અને સરકાર પોતાની ખુરશી બચાવવાની લાલચમાં માલધારી સમાજ સામે ઘુંટણીએ બેઠી છે અનેક વાર ગુજરાત હાઈકોર્ટે ટકરો કરવા છતાં પણ કોઈ કાયદો નહીં… કાયદો બનાવ્યો જેનો અમલ આજદિન સુધી નહીં માલધારી સમાજ સરકારને નચાવે તેમ નાચી રહી હોય તેમ લાગી રહી છે અથવા આવનારી ચુંટણીમાં કોઈ ખુરશી ના લઈ જાય તેના ડરમાં કોઈ નિર્ણય ન લેતા હોય ખબર નહીં પણ રોજબરોજ ક્યાંકને ક્યાંક માસુમ રાહદારીઓ મોંઘવારીના મારથી અથવા તો રખડતા ઢોરના મારથી મરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં રખડતા ઢોરને કારણે સેંકડો અકસ્માત થયા છે, જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ અને કેટલાક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના એક વિદ્યાર્થીને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. એમાં તેની આંખ ફૂટી ગઈ હતી. સ્માર્ટસિટી વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત્‌ છે. માત્ર ૧૫ દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસના દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યાં છે. એને કારણે પણ અનેક લોકો અકસ્માતને ભેટી રહ્યા છે. શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં રહેતો ૧૮ વર્ષનો હેનીલ પટેલ પોલિટેક્નિકમાં ડિપ્લોમામાં પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તે કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ૮ વાગ્યાના અરસામાં તે ઘરે આવી રહ્યો હતો. એ સમયે સોસાયટીના નાકે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલને ગાયે ભેટી મારતાં એનું શિંગડું તેની આંખમાં ખૂંપી ગયું હતું. હેનીલે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને તેમણે લોહીલુહાણ હાલતમાં હેનીલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, જેમાં તેની આંખ ફૂટી ગયું હોવાનું ધ્યાનમાં આવતાં જ પરિવારજનોના હોશ ઊડી ગયા હતા. જુવાનજાેધ પુત્રએ આંખ ગુમાવતાં પરિવારજનોમાં પાલિકા પ્રત્યે રોષ વ્યાપ્યો હતો.

The-horn-blew-and-the-eye-exploded.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *