બોડેલી ખાતે આવેલ પૌરાણિક ગેબનશાહ પીર દરગાહના ઉર્સ નુ અયોજન તારીખ ૧૬ ના સોમવાર ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે
કોમી એકતા કવાલી નો કાર્યક્રમ યોજાશે જેમા મુબઇ ના પ્રખ્યાત કવાલ અનવર જાની અને મુરાદાબાદ ની મશહુર કવાલ ફીરદોસ આઝમી કાર્યક્રમ મા પોતાના સુરીલી અવાજ થી કવાલી ગાશે .યે નજર મેરે પીર કી કવાલી થી પ્રખ્યાત થયેલા અનવર જાની બોડેલી મા પ્રથમવાર આવશે .
ગેબન શાહપીર દરગાહ હિન્દુ મુસ્લિમ એકતા નુ પ્રતીક છે શ્રદ્ધાળુઓ આસ્થાથી માથું ટેકવે છે પીર વલી ગેબનશા પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપે છે .
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨ વર્ષ થી કોરોના લોકડાઉન ના કારણે ગેબનશાપીર દરગાહ નો ઉર્સ યોજાયો ના હતો અને ઘણા સમેય બાદ હવે ઉર્સ નુ આયોજન થતા ગ્રામજનો મા ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


