Gujarat

મેડીકલ ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટરોને ” ઝડપી પાડતી છોટાઉદેપુર પોલીસ  

 છોટાઉદેપુર જીલ્લાવિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. વી.એમ.કામળીયા તેઓના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીદાર મારફતે મળેલ બાતમી આધારે તેજગઢ ગામે રહેતા બિલ્લેબ ચીનરંજન મલ્લીક ઉ.વ.૪૫ હાલ રહે.તેજગઢ કસ્બા ફળીયા,મદીના મસ્જીદના ક્વાર્ટરમાં તા.જી.છોટાઉદેપુર મુળ રહે.૨૦૬ કાલેજ પારા, ખયરામારી, બોંગાઓ નોર્થ ૨૪ પરગનસ (વેસ્ટ બંગાળ),ના ધોરણ ૧૦ પાસ હોય જે છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામમા કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, તથા રોકડ રૂપીયા મળી કુલ.કિ.૨૧,૦૫૨/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા તેઓના વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220513-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *