Gujarat

વડુ પોલીસ મથકમાંથી ફરાર થઇ ગયેલો બળાત્કારના ગુનાનો આરોપી છોટાઉદેપુરના પીપલેજ ગામેથી ઝડપાયો

પાદરા વડું પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી ફરાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો હતો. ગત તા ૧૧/૫/ ૨૨ ના રોજ પાદરા વડું પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી બળાત્કારમાં મદદગીરીનો આરોપી અક્ષય ઠાકોરભાઈ બારીયાને એલસીબી દ્વારા મામા ગામેથી ઝડપી પાડી વડું પોલીસ સોંપવામાં આવ્યો હતો. તા ૧૧/૫/૨૦૨૨ ના પાદરા વડું પોલીસ સ્ટેશનના લોકપમાંથી પોલીસને ચકમો આપી બળાત્કારમાં મદદગીરીનો આરોપી અક્ષય ઠાકોરભાઈ બારીયા વડું પોલીસને પેશાબ કરવાના બહાને લોકઅપમાંથી બહાર નીકળી પાછો લોકઅપમાં મુકવા જતા પોલીસને ધક્કો મારી ચકમો આપી નાસી છૂટયો હતો. પીએસઓએ બૂમાબૂમ કરી અને પોલીસ પાછળ દોડી છતાં પણ અક્ષય ફરાર થવામાંસફળ રહ્યો હતો.
ફરાર થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા એલસીબી, એસઓજી તથા વડું પોલીસ સહિતની એજન્સીઓ બનાવી આરોપી અક્ષય બારીયાને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી જેની ચોક્કસ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી એ છોટાઉદેપુરના પીપલેજ ગામ મામાના ગામમાંથી મોબાઈલ લોકેશનના આધારે આરોપી અક્ષય બારીયાને ઝડપી પાડી વડુ પોલીસને સોંપવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220514-212646_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *