અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા એ ગુન્હાહિત પ્રવુત્તિ સાથે સંકળાયેલ માથાભારે ઇસમો વિરૂધ્ધ તડીપાર દરખાસ્તો તૈયાર કરી મોકલી આપવાની સુચના આપેલ હોય જેથી વિભાગીય પોલીસ અધિકારી એસ.કે.ત્રિવેદી ના માર્ગદર્શન મુજબ રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાણા એ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જળવાય રહે તે માટે મારામારી તથા પ્રોહીબીશન ના અનેક ગુનાઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમ ધર્મેશભાઇ ઉર્ફે ઘુઘો ગભરૂભાઇ મણદુરીયા (દે.પૂ) ઉ.વ.૨૮ રહે.રાણપુર, પાળીયાદ ત્રણ રસ્તા, તા.રાણપુર જી.બોટાદ વાળાની વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી મે.સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબશ્રી બરવાળા પ્રાંત, બરવાળા નાઓને મોકલી આપતા શ્રી પૂજા આર.સાહની (GAS) શ્રી સબ.ડીવીઝનલ મેજીસ્ટ્રેટ બરવાળા પ્રાંત, બરવાળા નાઓએ તા.૧૩/૫/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત ઇસમને બોટાદ જીલ્લાની સમગ્ર હદમાંથી ૬ (છ) માસ માટે હદપારી કરવાનો હુકમ કરેલ હોય જેથી આ કામે રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી.રાણા તથા પોલીસ સ્ટાફના ASI આઇ.જી.મોરી, HC અનિરુધ્ધસિંહ કિરતસિંહ ચુડાસમા, HC નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી, HC ગોબરભાઇ વેલાભાઇ મેવાડા એ તા.૧૪/૫/૨૨ ના રોજ ઉપરોક્ત ઇસમને હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ ગ્રામ્ય જીલ્લાના વીંછીંયા તાલુકાના છાસીયા ગામ ખાતે મોકલી આપેલ છે અને જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતી જાળવવા માટે સાથ અને સહકાર આપવો અને કાયદો હાથમાં લેનાર તથા ગુનાઓ કરનાર ઇસમો વિરૂધ્ધ સખતાઇથી પગલા લેવામાં આવશે…


