વિક્રમ સાખટ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામે જી.એચ.સી.એલ.કા.આવેલ છે તે કંપની તરફથી જે કાઈ કાર્યવાહીઓ થઈ રહી છે તેની તટસ્થ તપાસ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. ( ૧ ) આ જી.એચ.સી.એલ.કંપની એક વર્ષ દરમ્યાન ૩૦૦ કરોડ જેટલો બીઝનેસ કરે છે , એની ૨ % રકમ સી.એસ.આર.ફંડમાં વાપરવાની હોય છે પરંતુ આ કંપની દ્રારા આ રકમનો દુરઉપયોગ કરે છે . જેમ કે , અમારા વિસ્તારમાં એગ્રીકલ્ચર પ્રોજેકટમાં મોટા પાટે ભ્રષ્ટ્રાચાર આચરવામા આવી રહયો છે દા.ત. સેન્દ્રીય ખાતરની ૧ – થેલીની કિંમત બજારમાં રૂા .૨૨૦ / – છે , જયારે આ જી.એચ.સી.એલ.કંપની દ્નારા સેન્દ્રીય ખાતરની ૧ – થેલીની કિંમત રૂા .૪૮૦ / -ની ખરીદી બતાવે છે અને ખેડુતને રૂા .૩૧૦ / – સબસીડી આપી અને રૂા .૧૭૦ / – માં ખેડુતોને આપે છે , ખરેખર તો બજારમાં રૂા .૨૨૦ / – ની મળે છે તો પછી રૂા .૪૮૦ / – ની ખરીદી કઈ રીતે થઈ ? આમા મોટા પ્રમાણમા કંપની દ્વારા ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહયો છે . આવી જ રીતે જંતુનાશક દવાઓ બજારમાં છુટક ભાવમાં મળે છે તે હોલસેલ ભાવમાં દર્શાવી ખરીદ કિંમત ઉંચી દર્શાવી મોટા પ્રમાણમાં રકમમાં ભ્રષ્ટ્રાચાર આચરેલ છે . ( ૨ ) જી.એચ.સી.એલ.કંપની દ્રારા સ્થાનિક વિસ્તારના વિકાસ માટે વાપરવાની થતી રકમનો ઉપયોગ જુદા જુદા કાર્યક્રમો વાપરવામાં આવે છે . આવી રીતે અધિકારીઓ સાથેની મીલીભગતથી કંપની દ્રારા ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવે છે .૩ ) જી.એચ.સી.એલ.કંપની દ્રારા કુદરતી રીતે પાણી મીઠા ઉત્પાદન માટે લેવાનુ થતુ હોય છે તેના બદલે આ કંપની દ્રારા જમીનમાં અંદાજીત ૨૦૦ જેટલા બોર કરીને પાણી લેવામાં આવે છે આમ કંપની દ્રારા કાર્યવાહી જે થઈ રહી છે તે કાયદાના ભંગ સમાન કાર્યવાહી થઈ રહી છે.કંપનીની આવી કાર્યવાહીના હીસાબે આજુબાજુના ગામડાના મીઠા પાણીના બદલે તળમા ખારા પાણી આવી ગયેલા છે અને લોકોના આરોગ્યને નુકશાન થઈ રહયુ છે અને ચામડીના રોગો તેમજ પથરીના રોગાનો ફેલાવો થયો છે.તેમજ કુવામાં તેમજ તળમા ખારા પાણી આવવાથી ખેડુતોની ફળદ્રુપ જમીનને ખુબજ નુકશાન થાય છે તેમજ પાકને પણ નુકશાન થઈ રહયુ છે . તેમજ આ ૨૦૦ બોરની ઉપર મોટર ચલાવવા માટે પી.જી.વી.સી.એલ. પાસે ખોટા ડોકયુમેન્ટો રજુ કરી પી.જી.વી.સી.એલ.નુ વિજ કનેકશન મેળવવામા આવેલ છે . ( ૪ ) આ જી.એચ.સી.એલ.કંપની તેની આજુબાજુની સરકારી પડતર જમીનમાંથી માટી ખોડી તેની જમીનમાં પાળાઓ બનાવે છે અને તેમા કરોડો રૂપિયાની સરકારને રોયલ્ટીની ખોટ જાય છે . તથા ફાળવેલી જમીનમાંથી માટીનુ ખનન કરી ત્યાં ને ત્યા પાળાઓ બનાવે છે . ( ૫ ) આ જી.એચ.સી.એલ.કંપની દ્વારા કોઈ હદ – માપણી કે નિશાન રાખવામાં આવેલા નથી અને બીનઅધિકૃત રીતે સરકારી જમીનનુ દબાણ કરેલ છે . ( ૬ ) આ જી.એચ.સી.એલ.કંપની દ્વારા સ્થાનિક ૮૫ % લોકોને જે નોકરી કે રોજગારી આપવી જોઈએ તે આપવામાં આવતી નથી , અને બધી જ કામગીરી મશીનરીથી કરાવવામાં આવે છે.આમ કંપની દ્રારા મનસ્વી વલણ અપનાવવામા આવેલ છે . ( ૭ ) ” તોકતે ” વાવાઝોડામાં આ કંપની દ્વારા વાવાઝોડુ પત્યાના બે દિવસ પછી રહેણાંકીય વિસ્તારમાં ખારૂ ડીગ્રીવાળુ પાણી છોડવામાં આવેલ આમ કંપની દ્વારા સરમુખ્યતારશાહી જેવુ વર્તન કરવામાં આવે છે જે અંગે આજદીન સુધી આ કંપની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ નથી . ( ૮ ) કોઈપણ આગેવાન કે પ્રજાના પ્રતિનીધી કંપની વિરુધ્ધ કોઈપણ અરજી કરે તો તેનો વ્યકિતગત સ્વાર્થ છે એવુ દર્શાવી કંપની પ્રજાના પ્રતિનીધીની ઈમેજને ખરાબ કરવાની કોશીષ કરે છે . આમ આ જી.એચ.સી.એલ.કંપની દ્વારા જે કાઈ કામગીરીઓ- કાર્યવાહીઓ થઈ રહી છે તે એક પ્રતિષ્ઠીત કંપનીને ન શોભે તેવી કાર્યવાહીઓ- કામગીરી થઈ રહી હોય જેથી આ કંપની સામે તટસ્થ તપાસ કરાવવા અમારી આપ સાહેબને નમ્ર અરજ છે.અને આપ સાહેબ દ્વારા જે કાઈ કાર્યવાહી કરવામાં આવે તેની અમોને લેખીતમા જાણ કરવા વિનંતી છે . અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
