Gujarat

ક્યાં જઈને અટકશે મોંઘવારી રાધણ ગેસ  સિલિન્ડરના ભાવમાં સતત વધારો ગૃહિણીઓના બજેટ ખોરવાયા

છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે જીવન જરૂરિયાત ની વસ્તુ ખાસ કરીને રાધનગેસના ભાવમાં પણ સતત વધારો જોવા મળતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો હોય બોડેલી તાલુકા માંથી અને સમગ્ર છોટાઉદેપુર જીલ્લા માંથી રોજગારી મેળવવા મોટાભાગના લોકોએ ખેતી પર નિર્ભર રહેવું પડે છે આ વિસ્તારના લોકો રોજગારી અર્થે જિલ્લા બહાર જતા હોય છે ખાસ કરીને કાઠીયાવાડ કચ્છ જેવા વિસ્તારમાં મજૂરી અર્થે જતા હોય છે ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં અહીંના સ્થાનિક લોકોને રોજગારી મળે તેમ આ વિસ્તારના લોકો જણાઈ રહ્યા છે. એક બાજુ રોજગારીનો પ્રશ્ન છે ત્યારે બીજી બાજુ મોંઘવારીએ માઝા મૂકી છે હાલ તેલના ડબ્બા દૂધ કઠોળ શાકભાજી,બટાટા,ડુંગળી બાદ રસોઈગેસનાં બોટલમાં ભાવ વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ગૃહિણીઓ તરફથી જાણવા મળે છે કે આવકની સામે જાવક વધતા ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.
સરકાર આડેધડ વધતી જતી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ નહીં લાવે તો ભોજનની થાળીમાંથી ધીમે ધીમે ખાવાની ચીજવસ્તુઓ અદ્રશ્ય થશે. અનાજ,તેલ,ગેસ,શાકભાજી,દૂધ સહિતની રોંજિંદી ચીજવસ્તુઓ વિના ચાલી શકે તેમ નથી. સરકાર વહેલીતકે મોંઘવારી પર નિયંત્રણ લાવે તેવી માગણી ગૃહિણીઓ કરી રહી છે. આમ બોડેલી તાલુકા સહિત  જિલ્લામાં રાંધણગેસના ભાવમાં વધારો ઝીંકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાતાં  ભાવવધારો પાછો ખેંચવાની માગણી કરી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220518-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *