બોડેલીના અલીપુરા વિસ્તારના ડિલિવરી ના દર્દીને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત કાર્ડ કોઈક કારણોસર ફિંગર આધારકાર્ડ સાથે મેચ ન થતા આયુષ્ય માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના નો લાભ મળે તેમ ન હતો પરંતુ આ બાબત ને લઈ પરિવારના સભ્યએ છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને રજુઆત કરતા અધિકારીઓની સબંધિત કામગીરીને લઈ કાર્ડને ઉચ્ચકક્ષાએથી મંજૂરી મળતા દર્દી સહિત પરિવારજનો ને લાભ મળતા પરિવારજનોએ જિલ્લાના અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારે બોડલી તાલુકામાં આયુષ્ય માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ના દર્દીઓ ને સારવાર કરવા માટે બોડેલીની ચાર ખાનગી હોસ્પિટલો ને ઓથોરાઈઝ કરવામાં આવી છે જેમાં બોડેલી દેવ હોસ્પિટલ ,ઢોકલીયા સંગમ હોસ્પિટલ, બોડેલી જનરલ હોસ્પિટલ, અને આર્ય હોસ્પિટલ આમ ચાર હોસ્પિટલ નો સમાવેશ કર્યો છે ત્યારે બોડેલીના અલીપુરા વિસ્તારમાં રહેતા એક પરિવારના ડિલિવરીના દર્દીને દુઃખવો થતા બોડેલીની ખાનગી દેવ હોસ્પિટલમાં દર્દીને લઈ ગયા હતા ત્યારે આયુષ્ય માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં ડિલિવરી કરાવી હોઈ દર્દીએ બોડેલી સીએચસી ખાતેથી રીફર ચિઠ્ઠી લખાવી લાવ્યા હતા જ્યારે દર્દીના પ્રોસેસ માટે કોઈક કારણોસર ફિંગર આધારકાર્ડ સાથે મેચ ન થતા આયુષ્ય માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના નો લાભ મળે તેમ ન હતો
જેને લઈ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા
જ્યારે આ બાબતે પરિવારજનોએ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણને રજુઆત કરી હતી આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પણ મેલ મારફતે ઉપરોક્ત બાબતે ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી જ્યારે કલેક્ટરે તાત્કાલિક આરોગ્ય વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત કલેક્ટરે આ બાબતને લઈ સતત મોનીટરીંગ કર્યું હતું આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારી તેમજ કર્મચારીઓએ તેઓના ઉચ્ચ વિભાગમાં જાણ કરી સતત સબંધિત કામગીરી કરી હતી ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કલેકટર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીની સતત કામગીરી થી ઉચ્ચ કક્ષાએ થી કાર્ડ મંજુર થતા દર્દી તેમજ પરિવારજનોને આયુષ્ય માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના નો લાભ મળ્યો હતો જેથી દર્દી તેમજ પરિવારજનોએ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી.સ્તુતિ ચારણ, જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી તેમજ સબંધિત કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો
