Delhi

અભિનેત્રીને વાળ પકડીને મારતો હતો જાેની ડેપ ઃ એમ્બર હર્ડની બહેન

નવીદિલ્હી,
જાેની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે એમ્બરની નાની બહેન વ્હીટની હેનરીકેઝે કોર્ટમાં જુબાની આપી છે અને તેણે ખુલાસો કર્યો હતો કે લગ્નના એક મહિના પછી જાેનીએ દલીલ દરમિયાન એમ્બરને વાળથી પકડીને વારંવાર તેના ચહેરા પર માર્યું હતું. જાેકે, તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે માર્ચ ૨૦૧૫માં લોસ એન્જલસના પેન્ટહાઉસમાં લડાઈ દરમિયાન એમ્બરે જાેનીને મુક્કો માર્યો હતો. વ્હીટની હેનરીકેઝે જણાવ્યું હતું કે જાેની ડેપે આ ઘટના બાદ નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ પર સહીકરવાનું પણ કહ્યું હતું, પરંતુ એમ્બરે સહી કરવાનો ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે દ્ગડ્ઢછ એક પ્રકારનો કરાર છે, જેમાં કોઈપણ પ્રકારની સંવેદનશીલ માહિતી અન્ય કોઈને ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. એટલે કે જાેની ઈચ્છતો ન હતો કે બંને વચ્ચેની લડાઈ વિશે બહારની કોઈ વ્યક્તિને ખબર પડે. જાેની ડેપે ડિસેમ્બર ૨૦૧૮માં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’માં લાખામાં આવેલા લેખને લઈને એમ્બર હર્ડ પર દાવો માંડ્યો હતો, જેમાં તેણીએ પોતાને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી જાહેર વ્યક્તિ તરીકે વર્ણવી હતી. જાે કે તેમાં ક્યાંય એમ્બર જાેનીનું નામ લેવામાં આવ્યું ન હતું. પરંતુ જાેનીએ સ્વીકાર્યું કે એમ્બરે તેને ઘરેલુ હિંસા કરનાર વ્યક્તિ કહીને તેની બદનામી કરી છે, આ માટે તેણે એમ્બર પાસેથી ૫૦ મિલિયન ડોલરની માંગણી કરી છે. એમ્બર હર્ડે પણ જાેની ડેપની માનહાનીના કેસ સામે પોતાની માનહાની થયાનો આરોપ લગાવતા તેની સામે કેસ દાખલ કર્યો અને ૧૦૦ મિલિયન ડોલરની માંગણી કરી હતી. એમ્બરે તેની અરજીમાં દાવો કર્યો હતો કે તેણીએ ઘણી શારીરિક હિંસા અને દુર્વ્યવહારનો સામનો કર્યો હતો અને આ બધું જાેનીએ તેની સાથે કર્યું હતું. જાેની ડેપે કોર્ટમાં જુબાની દરમિયાન કહ્યું હતું કે, તેણે ક્યારેય એમ્બર હર્ડને માર નથી માર્યો, જ્યારે એમ્બર ઘણીવાર તેને મારતી હતી. વ્હીટની હેનરીકેઝે તેની બહેન વતી જુબાની આપી હતી. ઉલ્લેખનીય છે કે આ માનહાનિ કેસ પર વર્જીનિયાની કોર્ટમાં છેલ્લા ૧૮ દિવસથી સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી ૭ સદસ્યોવાળી જજાેની બેંચ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *