Delhi

જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટેની કાર્યવાહી ઉપર રોક લગાવી

નવીદિલ્હી,
જ્ઞાનવાપી મસ્જિદ મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કાલ સુધી ટાળવામાં આવી છે. આ દરમિયાન કોર્ટે વારાણસી કોર્ટમાં સુનાવણી પર શુક્રવાર ૨૦મી મે સુધી રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે આ મામલે હવે તે આવતી કાલે સુનાવણી કરશે. ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે નહીં. હવે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે બપોરે ૩ વાગે આ મામલે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે વારાણસી કોર્ટને નિર્દેશ આપ્યા છે કે તેઓ મામલા સંલગ્ન કોઈ પણ આદેશ આવતીકાલ સુધી ન આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મુદ્દે આવતી કાલે ત્રણ જજની બેન્ચ સુનાવણી કરશે. કોર્ટે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનને કહ્યું કે તેઓ પોતાના સ્થાનિક વકીલને કહે કે તેઓ ટ્રાયલ કોર્ટમાં આગળ કાર્યવાહી ન કરે. અત્રે જણાવવાનું કે હિન્દુ પક્ષના વકીલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવાર સુધી ટાળવાની માંગણી કરી હતી. વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત સારી નથી. આથી વિનંતી કરતા કહ્યું હતું કે સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવે. જાે કે મુસ્લિમ પક્ષે આજે જ સુનાવણી હાથ ધરવાની માંગણી કરાઈ હતી. જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટમાં સરવેનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દેવાયો છે. કોર્ટ કમિશનર વિશાલ સિંહે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં ૩ દિવસના સરવેના લેખા-જાેખા છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ ૧૦-૧૫ પાનાનો છે. આ રિપોર્ટ ૧૪થી ૧૬ મે વચ્ચે થયેલા સરવે અંગે છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યા બાદ સ્પેશિયલ કોર્ટ કમિશનર એડવોકેટ વિશાલ સિંહે કહ્યું કે અમે સીલબંધ કવરમાં વીડિયો ચિપ પણ દાખલ કરી છે. કોર્ટ સમક્ષ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. રિપોર્ટ અંગે અજય પ્રતાપ સિંહે કોર્ટમાં જમા કરતા પહેલા કહ્યું હતું કે કોર્ટે અમને જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરવાની જવાબદારી સોંપી હતી અને અમે ૧૪, ૧૫, ૧૬ મેના રોજ સરવે હાથ ધર્યો. અમે ખુબ નિષ્ઠાથી સરવે રિપોર્ટ તૈયાર કર્યો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ ૧૦-૧૫ પાનાનો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની સુનાવણી પર હાલ રોક લગાવી છે.

India-Delhi-Suprim-Court-of-India-Gyanvapi-Case.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *