રિપોર્ટર.નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના મંગળપુર પાટીયા નજીક ગુરૂવારે બપોરના સમયે પસાર થતી એક કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી ને કારને રોડની સાઈડમાં અટકાવી હતી. જ્યારે તપાસ કરત કારના બોનેટના ભાગમાંથી ધુમાડાના ગોટેગોટા ઊડતાં કાર ચાલક ગભરાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. કારચાલક સહિત કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે.ઘટનાને પગલે મહુધા પોલીસના માણસોએ સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી કારમાં લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. શોર્ટસર્કિટ ના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી પણ કાર ને નુકશાન થવા પામ્યું છે.


