Gujarat

જામનગર ખાતે દેવર્ષિ નારદ જ્યંતિ પર પત્રકાર સન્માન સમારોહ યોજાશે*

જીએનએ જામનગર: ચોથી જાગીર થી પ્રસિદ્ધ રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓને નારદ સન્માન પારિતોષિક આપવામાં આવશે.
વિશ્વના આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિ ના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકાર સન્માન સમારોહનું જામનગર વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
લોકમતના ઘડતરનું અને રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા જામનગરના પત્રકારોને નારદ સન્માન પારિતોષિકથી સન્માનવાનો મંગલ કાર્યક્રમ આગામી તારીખ ૨૧-૦૫-૨૦૨૨ ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે ડો. હેડગેવાર ભવન, હાલાર હાઉસ પાછળ નાગનાથ ચકડી,જામનગર માં યોજાનાર છે.
ગુજરાતના પત્રકાર જગત માટે આકાર લેનારી આ ગૌરવવંતી ઘટનામાં મુખ્ય અતિથિ વિશેષ શ્રી પંકજભાઈ રાવલ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ ઉપસ્થિત રહી વક્તવ્ય આપશે.

IMG-20220520-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *