Gujarat

ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોઢાપરા ગામેથી જુગારધામ પકડી પાડતી ધારી પોલીસ ટીમ*

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને
સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ આવા દારૂ ની તથા જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય,અને શ્રી.કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી અને દારૂ તથા જુગારની પ્રવૃતી આચરતા ઇસમોને પકડવા સતત પ્રયત્નશીલ રહેલા હોય,
જે અન્વયે આજ-રોજ ધારી પોલીસ સ્ટેશન ટીમને પેટ્રોલીંગ દરમીયાન ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોઢાપરા ગામે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત આધારે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.સી.સાકરીયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્ટે.ની ટીમે બાતમી વાળી જગ્યાએ જઇ રેઇડ કરી અને ત્રણ ઇસમોને જાહેરમાં પાના તથા પૈસા થી તીન પતિ નામનો હાર જીતનો જુગાર કરતા પકડી પાડેલ અને તેઓ પાસેથી પાના તથા રોકડા રૂપીયા મળી એમ કુલ રૂ.૬૩૯૦/- નો મુદ્દામાંલ પકડી અને ધારી પો.સ્ટે.૧૧૧૯૩૦૧૮૨૨૦૩૮૯/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત :
(૧) પરષોતમભાઇ મનજીભાઇ મોરવાડીયા રહે.સોઢાપરા તા.ધારી જી,અમરેલી (ર) ચકુભાઇ જાદવભાઇ ડુંગરીયા રહે.સોઢાપરા તા.ધારી જી.અમરેલી
(૩) મંગાભાઇ જીણાભાઇ ચાવડા રહે.સોઢાપરા તા.ધારી જી.અમરેલી
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220519-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *