વિઓ: ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી નાઓને સુચના કરેલ જે અનુસંધાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના સંક્લનમાં રહી તથા ડી.એન.ચુડાસમા સર્કલ પો.ઇન્સ નાઓના માર્ગદર્શન આધારે નસવાડી પો.સ્ટે પાર્ટ A ગુ૨નં ૧૧૧૮૪૦૦૭૨૨૦૫૦૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ),તથા MVAct કલમ ૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબનો ગુન્હો તા.૧૦/૦૫/૨૦૨૨ ના કલાક- ૧૧/૩૦ વાગ્યે દાખલ થયેલ હોય જે ગુનાના કામે તા.૦૯/૦૫/૨૦૨૨ ના રોજ ક.૨૦/૦૦ વાગ્યાની આસ-પાસ આ કામનાં હીરો હોન્ડા રજી.નં.GJ-34-K-4665 નો ચાલક મરણ જનાર વિનુભાઈ નરશીભાઈ ભીલ નાઓ તેમના પત્ની રૂપાબેન નાઓને પોતાના કબ્જાની મો.સા. ઉપર બેસાડી જતા હતા તે દરમ્યાન સામેથી એક અજાણ્યા ટ્રેકટર ચાલક પોતાનુ ટ્રેકટર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મરણ જનારને માથાના ભાગે તથા જમણા હાયમા તથા જમણા પગે ઇજાઓ પહોંચાડી તથા શરીરે નાની મોટી ઇજાઓ થતા મરણ જતા તથા રૂપાબેન નાઓને કમરના ભાગે ઈજાઓ પહોંચાડી પોતાનુ ટ્રેકટર લઈ જઈ નાશી ગુનો કરેલ જે ગુન્હો જે તે વખતે અનડિટેક્ટ રહેલ હોય જેની તપાસ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ. નસવાડી પોલીસ સ્ટેશન તથા નસવાડી પોલીસ સ્ટાફના માણસો સાથે ગુનાવાળી જગ્યાની આજુબાજુ સી.સી.ટી.વી. ચેક કરી તેમજ આજુબાજુના ગામોમાં આવેલ ટ્રેક્ટરોની તપાસ કરવામાં આવેલ તેમજ અંગત બાતમીદારો થકી બાતમી હકીકત મેળવી અને પોકેટ કોપ મોબાઈલનો ઉપયોગ કરી આ ગુનાના કામે સંડોવાયેલ ટ્રેક્ટર GJ-34-B-7267 ના ચાલક રાકેશભાઈ વેચાણભાઈ જાતે રાઠવા ઉ.વ.૩૭ ધંધો ડ્રાઇવિંગ રહે. જામલી તા.નસવાડી જી.છોટાઉદેપુર નાને ગુનાના કામે પકડી પાડી આજરોજ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આમ નસવાડી પો.સ્ટે પાર્ટ ગુ૨નં.૧૧૧૮૪૦૦૭૨૨૦૫૦૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ,૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ),તથા MV Act કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરવામાં આવેલ છે. અને પકડાયેલ આરોપીના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તજવીજ તપાસ ચાલુ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


