મેન્થા તેલ, રબરના વાયદાઓમાં સાર્વત્રિક નરમાઈઃ નેચરલ ગેસ, કોટનમાં વૃદ્ધિઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.125141 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.120932 કરોડનું ટર્નઓવર : ઈન્ડેક્સ વાયદાઓમાં રૂ.538 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 મેના સપ્તાહ દરમિયાન 2,611,432 સોદાઓમાં કુલ રૂ.246,611.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.125141.25 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.120932.12 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 876,618 સોદાઓમાં કુલ રૂ.47,597.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,067ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,760 અને નીચામાં રૂ.49,572ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.370 વધી રૂ.50,544ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.140 વધી રૂ.40,468 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 વધી રૂ.5,053ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,300ના ભાવે ખૂલી, રૂ.330 વધી રૂ.50,579ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.58,954ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,750 અને નીચામાં રૂ.58,192ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2813 વધી રૂ.61,564ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.2704 વધી રૂ.61,839 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,721 વધી રૂ.61,846 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 96,781 સોદાઓમાં રૂ.16,664.22 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ મે વાયદો 1 કિલોદીઠ રૂ.12.40 વધી રૂ.244.70 અને જસત મે વાયદો રૂ.13.75 વધી રૂ.320ના ભાવ થયા હતા. આ સામે તાંબુ મે કોન્ટ્રેક્ટ રૂ.24.30 વધી રૂ.769.05 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.90 વધી રૂ.181ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 600,030 સોદાઓમાં કુલ રૂ.59,715.20 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,290ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.8,958 અને નીચામાં રૂ.8,170ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.545 વધી રૂ.8,719 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.54 વધી રૂ.652.30 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 9,055 સોદાઓમાં રૂ.1,164.78 કરોડનાં કામકાજ થયા હતા. કોટન મે વાયદો 1 ગાંસડીદીઠ રૂ.48,580ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.50,330 અને નીચામાં રૂ.48,310ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.740 વધી રૂ.49,380ના સ્તરે પહોંચ્યો હતો. રબર મે કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,400ના ભાવે ખૂલી, રૂ.75 ઘટી રૂ.17800 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.26 ઘટી રૂ.1104.90 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.23,365.02 કરોડનાં 46,543.817 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.24,232.03 કરોડનાં 3,999.060 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.26,141.97 કરોડનાં 30,746,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.33,573 કરોડનાં 533646250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.1,077.45 કરોડનાં 218625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.87.19 કરોડનાં 776.16 ટન, રબરના વાયદાઓમાં રૂ.0.14 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,754.975 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 741.137 ટન, ક્રૂડ તેલમાં 640300 બેરલ અને નેચરલ ગેસમાં 9753750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 94575 ગાંસડી, મેન્થા તેલમાં 557.64 ટન, રબરમાં 7 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.537.99 કરોડનાં 7,544 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં રૂ.0.10 કરોડનાં 1 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ મે વાયદો 14,161ના સ્તરે ખૂલી, 247 પોઈન્ટ વધી 14,406ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.120,932.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,613.61 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.480.76 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.88,360.03 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22,475.41 કરોડનાં કામકાજ થયાં હતાં.
| સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| નેચરલ ગેસ | 26-07-22 | 1 એમએમબીટીયૂ | 661.70 | 606.60 | 55.10 | 9.08 |
| નેચરલ ગેસ | 25-05-22 | 1 એમએમબીટીયૂ | 652.30 | 598.30 | 54.00 | 9.03 |
| નેચરલ ગેસ | 27-06-22 | 1 એમએમબીટીયૂ | 660.00 | 607.00 | 53.00 | 8.73 |
| ક્રૂડ તેલ | 19-05-22 | 1 બેરલ | 8719.00 | 8174.00 | 545.00 | 6.67 |
| એલ્યુમિનિયમ | 31-05-22 | 1 કિલો | 244.70 | 232.30 | 12.40 | 5.34 |
| એલ્યુમિનિયમ | 30-06-22 | 1 કિલો | 246.10 | 234.00 | 12.10 | 5.17 |
| ક્રૂડ તેલ | 17-06-22 | 1 બેરલ | 8464.00 | 8069.00 | 395.00 | 4.90 |
| ચાંદી | 05-07-22 | 1 કિલો | 61564.00 | 58751.00 | 2813.00 | 4.79 |
| ચાંદી | 05-09-22 | 1 કિલો | 62229.00 | 59482.00 | 2747.00 | 4.62 |
| ચાંદી-માઈક્રો | 30-06-22 | 1 કિલો | 61846.00 | 59125.00 | 2721.00 | 4.60 |
| સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ | ||||||
| એમસીએક્સ કોન્ટ્રેક્ટ | પાકતી તારીખ | ભાવનું એકમ | બંધ (રૂ.) | આગલો બંધ (રૂ.) | વધઘટ (રૂ.) | ફેરફાર (%) |
| ક્રૂડ તેલ | 19-08-22 | 1 બેરલ | 7600.00 | 7907.00 | -307.00 | -3.88 |
| નિકલ | 31-05-22 | 1 કિલો | 2096.70 | 2156.40 | -59.70 | -2.77 |
| મેન્થા તેલ | 30-06-22 | 1 કિલો | 1132.40 | 1160.20 | -27.80 | -2.40 |
| મેન્થા તેલ | 31-05-22 | 1 કિલો | 1104.90 | 1130.90 | -26.00 | -2.30 |
| મેન્થા તેલ | 29-07-22 | 1 કિલો | 1153.20 | 1178.90 | -25.70 | -2.18 |
| મેટલડેક્સ | 20-05-22 | 1 યુનિટ | 19000.00 | 19357.00 | -357.00 | -1.84 |
| ગોલ્ડ-પેટલ | 30-08-22 | 1 ગ્રામ | 5086.00 | 5118.00 | -32.00 | -0.63 |
| રબર | 31-05-22 | 100 કિલો | 17800.00 | 17875.00 | -75.00 | -0.42 |
| સીસું | 30-06-22 | 1 કિલો | 179.65 | 180.35 | -0.70 | -0.39 |
| ગોલ્ડ-ગિની | 29-07-22 | 8 ગ્રામ | 40733.00 | 40711.00 | 22.00 | 0.05 |
