Gujarat

ગીરગઢડાના ખિલાવડમાં સામ સામે ધિંગાણુ ૧૬ શખ્સો વિરૂધ ફરીયાદ નોધાય..

 

બાઇક ચાલુ કરતી વખતે લાઇટ સામે પડવા બાબતે ૬ વ્યક્તિ પર પાઇપ લાકડી વડે જીવલેણ હુમલો ઇજાગ્રસ્તો સારવાર હેઠળ..

ઊના – ગીરગઢડાના ખિલાવડ ગામે બાઇક ચાલુ કરતી વખતે લાઇટ સામે પડેલ આવી સામાન્ય બાબતે બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બની જતાં ૬ વ્યક્તિઓને પાઇપ તેમજ લાકડાના વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છુટતા હતા. જ્યારે ઇજાગ્રસ્તો ઉના હોસ્પીટલે સારવાર હેઠળ ખસેડાયેલ હોય આ બાબતે કુલ ૧૬ શખ્સો સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાય હતી.

ગીરગઢડાના ખિલાવડ ગામે રહેતા સુલતાન હાજી દલ પોતાની બાઇક ચાલુ કરતો હોય ત્યારે બાઇકની લાઇટ ખુમાણસિંહ ભાણજી ખસીયાને સામે પડતા ઉશ્કેરાય જઇ સુલતાનને ભુડી ગાળો કાઢી અન્ય શખ્સો કુલદીપસિંહ, અનિરૂધ ભાણજી ખસીયા, રામસિંહ હમીર ખસીયા, આમ ભીખુ ખસીયા, હકુ ખસીયા, હમીર અરજણ ખસીયા તેમજ જીકુ અરજણ ખસીયા સહીતએ એકસંપ કરી જીવલેણ હથિયારો વડે હુમલો કરી ઇજા કરી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયેલ હોય આ બાબતે સુલતાનભાઇ દલે આઠ શખ્સો વિરૂધ ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ ઉપરાંત સામે પક્ષના ખીલાવડ ગામના ખુમાણસિંહ ભાણજી ખસીયા પોતાની બાઇક લઇ નિકળેલ ત્યારે સુલતાન હાજી દલે બાઇકની લાઇટ કરેલ હોય જેથી ખુમાણસિંહે સમજાવતા હોય ત્યારે ઉશ્કેરાય જઇ ગાળો આપી સુલતાન હાજી, એજાજ અબ્બાસ બાદશાદ, હનીફ આમન સુમરા, ઓસમણ આમન સુમરા, વલી દાદમહમદ, જુબેર કાળુ, લાદીન મહમદ તેમજ યુનુસ કાળુ જખરા સહીતના ઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી પાઇપ તેમજ લાકડી વડે જીવલેણ હથિયાર ધારણ કરી મારમારી ગંભીર ઇજા કરતા આ બાબતે આઠ શખ્સો સામે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી.

આમ બન્ને સામ સામે પક્ષ વચ્ચે મારામારીની ઘટનામાં કુલ ૬ વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ઉના હોસ્પીટલે ખસેડાયેલ હોય આ બાબતે ગીરગઢડા પોલીસમાં સામ સામી ફરીયાદ નોધાવતા કુલ ૧૬ શખ્સો વિરૂધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *