કવાંટ પોલીસની પ્રસંશનીય કામગીરી પોલીસ પરીવાર તરફ થી ૧૦૯ વિધવા બહેનોને અનાજ ની કીટ વિતરણ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર સાર્થક કરતી કવાંટ પોલીસ
જિલ્લાના કવાંટના પીએસઆઇ સી.એમ ગામીત અને પોલીસ કર્મચારીઓ ને છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા ની સૂચના ને લઇ કવાંટ ના ઉમઠી ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ પ્રજાનો મિત્ર છે” આ સૂત્રને સાર્થક કરતી કવાંટ પોલીસની “ સી” ટીમ તથાસુરક્ષાસેતુ અંતર્ગત લોકોની મુલાકાત કરવામાં આવી. ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જીલ્લો તેમજ એ.વી.કાટકડ નાયબ પોલીસઅધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તેમજ જે.જી.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક છોટાઉદેપુર ના ઓ એ આપેલ સુચના આધારે પોસ્ટેમાં રચના કરેલ “ સી” ટીમ તેમજ “ એસ.પી.સી” ટીમ નાઓના સંયુકત પ્રયાસથી આજરોજ ઉમઠી ગામે એક મિટીંગનુ આયોજન કરવામાં આવેલ જેમા હાજર ભાઇઓ-બહેનો ને ટ્રાફિક અંગેની સમજ,વારંવાર દવા પીવાના બનાવ અંગે, નાની ઉમરની છોકરીઓ ભાગી જવા અંગે, બાળ લગ્ન અટકાવવા અંગે, અને નશાનુ સેવન ન કરવુ જોઇએ તે બાબતે જરૂરી સુચનાઓ આપી સમાજમાં બનતા અઘટીત બનાવો રોકવા ઉદાહરણોઆપવામાં આવ્યા અને અંતમાં ગામની ૧૦૯ વિધવા બહેનો ને સુરક્ષાસેતુ અંતર્ગત તથા કવાંટ પોલીસ પરિવાર તથા પોલીસ તરફથી અનાજ કરીયાણા ની કીટ એનાયત કરવામાં આવેલ છે આ રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવુઉદાહરણ પુરૂ પાડી માનવતાની ઉત્તમ કામગીરી કરવામાં આવેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


