Gujarat

જેતલસરમાં સામાન્‍ય બાબતનો ખાર રાખી યુવાન પર છરીથી હુમલો

જેતપુરના જેતલસર જંકશન ગામે  સામાન્‍ય બાબતનો ખાર રાખી વિપ્ર યુવાન ઉપર છરીથી હુમલો થયો હતો.
બનાવની વિગત મુજબ તાલુકાના જેતલસર જંકશન ગામે રહેતા અને મંડપ સર્વીસનો ધંધો કરતા ચિંતનભાઇ વિજયભાઇ જોષીના માતા-પિતા ત્રણેક માસ પહેલા બાપા સીતારામની મઢુલી પાસેથી પસાર થતા હતા ત્‍યારે આજ ગામમાં રહેતો જયેશ બટુકભાઇ ચૌહાણ ત્‍યાં ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના કહેતા તે બાબતનો ખાર રાખી ગઇકાલે ચિંતનભાઇ જોષી મઢુલી પાસે આવેલ ત્‍યારે બોલાચાલી કરી ગાળો આપેલ.ગાળો ન બોલવા કહેતા ઉશ્‍કેરાઇ જઇ જયેશે પોતાના ખીસ્‍સામાંથી છરી કાઢી બે ઘા ઝીંકી નાસી છુટેલ. ચિંતનભાઇને લોહી નીકળતી હાલતમાં ૧૦૮ મારફત ખાનગી હોસ્‍પીટલમાં ખસેડી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા તાલુકા પોલીસે તેની ફરીયાદ પરથી જયેશ ચૌહાણ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *