Gujarat

મહેસાણામાં માથાભારે શખ્સની જાહેરમાં હત્યા કરાઈ

મહેસાણા
મહેસાણા શહેરના ગોપીનાળા પાસે કુખ્યાત શખ્સની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે આ હત્યાનો બનાવ બન્યો હતો. ગોપાલ નામના માથાભારે શખ્સની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે. પોતાને ડોન ગણાવતા ગોપાલ નામના વ્યક્તિની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ધારદાર હથિયાર વડે હત્યા કરી આરોપીઓ નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *