Gujarat

માંગરોળ પોલીસ સ્ટેશનમાં વર્ષો જુના ડિટેન કરેલા  વાહનો ની હરરાજી કરવામાં આવી,,, 

માંગરોળ,,,
ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાહનો ની જાહેર હરરાજી કરવામાં આવી ૩ લાખ ૮૦ હજારમાં વાહનો વહેંચાયા
 માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા વાહનો વાહનો માલીક કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી પોતાના વાહનો પરત લેવા ના આવેલા હોય તે વાહનો ની જાહેર હરરાજી કરવામાં આવી હતી.
જેમાં જિલ્લા ભરમાંથી વાહન ખરીદીમાં ગ્રાહકોએ હાજર રહી બોલી બોલી હતી
માંગરોળ પોલીસે સ્ટેશનમાં ધાણા સમયથી ડિટેન કરેલ મોટરસાયકલ અને રિક્ષા સહિતના વાહનનો પકડાયલ જેને પોલીસ દ્વારા વર્ષોથી પોલીસ સ્ટેશનમાં પડતર પડેલ અને માલિક કાગળો ના હોવાથી પોતાના વાહન છોડવવા ના આવેલ હોય તેવા વાહનોની આજે પોલીસ સ્ટેશન ખાતે જાહેર હરરાજી કરવામાં આવેલ
પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ આ હરરાજીમાં મોટર સાઈકલો, રિક્ષાઓ સહિત કુલ ૧૨૩ વાહનો ની હરાજી કરવામાં આવી હતી જેમાં ગ્રાહકો દ્વારા બોલી લગાવવામાં હતી જેમાં તમામ વાહનો ૩ લાખ ૮૦ હજારમાં વહેંચવામાં આવ્યા હતા.
આ હરાજીમાં ડી વાય એસ પી કોડિયાતર, આર ટીઓ કચેરીના એમ એમ ચૌધરી, પીએસઆઈ પરમાર, પી એસ આઈ જોશી, નાયબ મામલતદાર પરસાણીયા એ હાજરી આપી હતી.
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ

IMG-20220524-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *