વાદળછાયુ વાતાવરણ વચ્ચે બોડેલી નગરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો ચોમાસા ના આગમન ના આસાર
બોડેલી નગર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો નીચો જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે
ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ પ્રિ-મોન્સૂન ની એક્ટિવિટી જોવા મળી રહી છે છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા તેમ જ પવન ફુકાઇ રહ્યો છે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ચોમાસું નજીક આવી રહ્યાના અણસારો વચ્ચે જિલ્લા દ્વારા વાવાઝોડા અથવા વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ પણ શરૂ કરવી દેવામાં આવી છે
ત્યારે બોડેલી નગર સહિત જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે
અને ચોમાસુ આવવાના આસાર જોવા મળી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


