ફાયર ફાઈટર આવતા પહેલા રહીશોએ આગ બુજાવી
બોડેલી જમના પાર્ક સોસાયટી માં
ઇન્દ્ર કોમ્પલેક્ષના પાંચમાં માળે આવેલ ફ્લેટમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો
બોડેલીની જમના પાર્ક સોસાયટીમાં આવેલા ઇન્દ્ર કોમ્પલેક્ષ ના પાંચમા માળે શોર્ટ સર્કિટને લઈને આગ લાગતાં ફ્લેટમાં રહેતા લોકો નીચે ઉતરી ગયા હતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા આજુબાજુના રહીશોએ આગ બુઝાવી હતી
બોડેલી અલીપુરા જમના પાર્ક સોસાયટીમાં આવેલ ઇન્દ્ર કોમ્પલેક્ષ કુલ છ માળ આવેલા છે પાંચમા માળે કમલ કિશોર નામના વ્યક્તિ જે બોડેલી એસટી ડેપો પાસે ઘર સંસારની દુકાન ચલાવે છે
આગ લાગી તે સમયે તેઓ દુકાને હતા અને પરિવાર રાજસ્થાન હતું ત્યારે મકાન બંધ હતું અને અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી હતી જેની લપેટમાં બારીઓ પડદા અને સોફા આવી ગયા હતા આગના ધુમાડાના ગોટેગોટા બહાર આવતાં આજુબાજુના લોકો દોડધામ મચી ગઇ હતી અને આજુબાજુના રહીશો ઘરમાંથી બહાર નીકળીને નીચે આવી ગયા હતા બંધ મકાનને ખોલીને લોકોએ આગ બુઝાવી હતી અને ફાયર ફાઈટર ને જાણ કરી હતી ફાયર ફાઈટર આવતા આગ કાબૂમાં આવી ગઈ હતી કોમ્પલેક્સ માં ફાયરસેફ્ટીના હોવાને કારણે સોસાયટીમાં ચર્ચા જોવા મળી હતી મોટી દુર્ઘટના સર્જાય તો આગ બુઝાવવાની કામગીરી મુશ્કેલ થઈ પડે તેમ છે રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી
આ બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
બોડેલી ફાયર ફાઈટ સહિત પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


