Gujarat

વંથલી:વનરાજાએ પંથકની વાડીમાં ભેંસ નો શિકાર કર્યો….. 

 સિંહ દ્વારા ભેંસનો શિકાર કરાતા પશુપાલકો માં ફફડાટ…..
જૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકમાં સિંહ અને દીપડાઓ નો વસવાટ ખુબ મોટા પ્રમાણમાં છે.અનેક વખત સિંહ અને દીપડાઓ હાઇવે પર પણ ચડી આવતા હોય છે.પરંતુ વંથલી વિસ્તારમાં ક્યારે સિંહ કે દીપડાઓ દ્વારા માણસ કે કોઈ અન્ય પશુઓને રંજાડ કરતા હોય તેવો બનાવ સામે આવ્યો નથી.ત્યારે ગઈકાલે વંથલી શહેરની કહેવાતી પ્રખ્યાત જૂની રગતિયાવાડી ગારીમાં આવેલ વાડી માલિક માધાભાઇ આંબાભાઈ ટીલવા ની ચીકુની બાગમાં ગઈકાલે મોડીરાત્રે સિંહ દ્વારા ભેંસનું મારણ કરવામાં આવ્યું હતું.આ વિસ્તારમાં સિંહ દ્વારા પહેલીવાર ભેંસનો શિકાર કરાતા આજુબાજુ ની વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં અને  વંથલી પંથક ના પશુપાલકોમાં ફફડાટ ફેલાયો જવા પામ્યો હતો.
રિપોર્ટ :હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20220525_133643.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *