Gujarat

બોડેલીના મેરીયા પુલ પર ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પુલની રેલીંગ તોડી રેલીંગ પર ફસાઈ

બોડેલી છોટાઉદેપુર હાઈવે પર રોજના હજારો વાહનો પસાર થતા હોય છે અને બોડેલી થી પાવીજેતપુર હાઇવે પર વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળે છે ત્યારે આજે બોડેલી પાસે મેરીયા બ્રિજ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે
બોડેલી તરફ થી જતી ટ્રક બોડેલી મેરીયા બ્રિજ ની રેલીંગ તોડી ઉપર ચડી ગઈ હતી સદ્નસીબે ટ્રક નીચે પડતા અટકી ગઈ હતી ક્રેનની મદદથી ટ્રકને ખેંચવામાં આવી હતી ડાયવર નો આબાદ બચાવ થયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ 108 ફસાઈ હતી  પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો બોડેલી થી પાવીજેતપુર હાઇવે પર રસ્તા ને લઈને વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે બોડેલી પાસે મેરીયા બ્રિજ પર ની રેલીંગ પર ટ્રક ચડી ગઈ હતી ટ્રકને ખૂબ નુકસાન થયું છે પણ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે
 સદ્નસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ  ન હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220525-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *