Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આગામી સપ્તાહ દરમિયાન કારકીર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

 

આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજયની સાથો સાથ છોટાઉદેપુર જિલ્લામાં પણ ધો. ૦૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકીર્દી માર્ગદર્શન મળી રહે એ માટે કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી કરવામાં આવશે. જેના આગોતરા આયોજન અંગે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાચાણીએ કાર્યક્રમ આયોજીત કરવાના ઉદ્દેશ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ધો. ૦૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે માર્ગદર્શન મળી રહે એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. ૩૦મી, મેના રોજ જિલ્લા કક્ષાનો કારકીર્દી માર્ગદર્શન સેમીનાર અને તા.૦૧/૦૬/૨૦૨૨ થી તા.૦૬/૦૬/૨૦૨૨ દરમિયાન તાલુકા કક્ષાના કારકીર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય એ માટે સમયમર્યાદામાં જરૂરી તમામ સુવિધાઓ પૂર્ણ કરવા માટે ઉપયોગી સૂચનો કરી વિગતે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઘડી કાઢવામાં આયોજન મુજબ તા.૩૦/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન છોટાઉદેપુર ખાતે આવેલી એસ.એફ.હાઇસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. તા.૦૧/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન પાવીજેતપુર તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ, પાવી જેતપુર, તા.૦૨/૦૬/૨૦૨૨ના રોજ ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન બોડેલી તાલુકાનો તાલુકાકક્ષાનો કાર્યક્રમ શ્રી એચ.એસ.શિરોલાવાલા હાઇસ્કૂલ, બોડેલી, તા.૦૩/૦૬/ ૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન નસવાડી તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસ.બી.સોલંકી વિદ્યામંદિર, નસવાડી ખાતે, તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ દરમિયાન સંખેડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડી.બી.પારેખ સાર્વજનિક હાઇસ્કૂલ, સંખેડા ખાતે અને તા.૦૬/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૫૦ના રોજ કવાંટ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી કવાંટ ઇંગ્લિશ સ્કૂલ, કવાંટ ખાતે યોજાશે.

રાજય સરકાર દ્વારા આયોજીત કારકીર્દી માર્ગદર્શન સેમીનારનો વધુમાં વધુ બાળકો લાભ લે એ માટે શિક્ષણ વિભાગને જરૂરી વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરે બેઠક દરમિયાન જણાવ્યું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *