Maharashtra

ભૂલ ભુલૈયા ૨ ફિલ્મે ૫ દિવસમાં જ ૭૬ કરોડની કમાણી કરી

મુંબઈ
ભૂલ ભૂલૈયા ૨ એ રિલીઝના પાંચ દિવસ પૂરા કર્યા અને પાંચમા દિવસે ફિલ્મે ૯.૫૬ કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે, જે બોક્સ ઓફિસ પર ભૂલ ભૂલૈયા ૨ને મળી રહેલો પ્રતિસાદ દર્શાવે છે. આ સાથે ભૂલ ભૂલૈયા ૨નું ૫ દિવસનું નેટ કલેક્શન હવે ૭૬.૨૭ કરોડ સુધી પહોંચી ગયું છે. આ પહેલા ફિલ્મે સોમવારે ૧૦.૭૫ કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. વર્કિંગ વીકમાં ફિલ્મ સતત આગળ વધી રહી છે. મંગળવારે ફિલ્મના કલેક્શનમાં બહુ ઘટાડો થયો નથી.કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા ૨ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે રિલીઝના માત્ર પાંચ દિવસમાં ૭૫ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને હવે તે ઝડપથી ૧૦૦ કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે. જે જાેતાં એવું માનવામાં આવે છે કે બીજા સપ્તાહના અંત સુધીમાં આ પડાવ પણ પાર કરી લેશે.

bhool-bhulaiyaa-2-Film-Poster.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *