Gujarat

અંકલેશ્વર પાલિકા દ્વારા ૫૭ લાખના વિકાસકામોનું ખાતમુર્હૂત કરાયા

અંકલેશ્વર
ગુજરાતમાં આવનારા સમયમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત જાેરોશોરથી ચાલી રહ્યા છે ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર ૧ માં સોસાયટીઓમાં ડામર રોડ અને રાજેશ નગર પંપીંગ સ્ટેશન પાસે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ નું ખાતમુહૂર્ત નગર પાલિકા પ્રમખ ના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ૧માં સેફરોન થી નીલકંઠ વિલા, વૃંદાવન થી જલારામ નગર, અને મંગલ મૂર્તિ તરફ જતો માર્ગ તેમજ વૃંદાવન સોસાયટીમાં ડામર રોડ ના કામ માટે રૂપિયા ૩૮ લાખ મંજુર કરવામાં આવ્યા છે. તેમજ રાજેશ નગર પંપીંગ સ્ટેશન પાસે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ માટે ૧૯.૫ લાખ ફાળવવામાં આવતા આજરોજ સેફરોન પાસે આ કામોનુ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, વાહન કમિટીના ચેરમેન નિલેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ. આ પ્રસન્ગે, ડ્રેનેજ કમિટીના ચેરમેન અતુલભાઇ મોદી, માધ્યમિક કમિટીના ચેરમેન કિજંલબા ચૌહાણ, શહેર યુવા ભાજપ મહામંત્રી સંજયભાઇ પટેલ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતી સભ્ય ધર્મેશભાઇ રાણા, જીલ્લા બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પ્રિતેશભાઇ મોદી સહીત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Completion-of-57-lakh-works.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *