બ્રિટન
જ્યારે વ્યક્તિ નશામાં હોય છે ત્યારે તેને આજુબાજુનું કોઈ જ ભાન હોતું નથી. નશાની અવસ્થામાં એવી હરકતોને અંજામ અપાઈ જાય છે કે જ્યારે તે ધ્યાનમાં આવે ત્યારે ખુબ મોડું થઈ જાય છે. આવું જ કઈક બે સુપર મોડલ સાથે જાેવા મળ્યું. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે સુપરમોડલ રસ્તા પર લાતમલાતી અને બાથંબાથી કરી રહી છે. આ વીડિયો સ્લોવાકિયાની નાઈટ ક્લબની બહારનો છે. જેમાં બે બ્રિટિશ ગ્લેમર મોડલ એકબીજાને મારતી અને પછાડતી જાેવા મળે છે. એવી જાણકારી સામે આવી છે કે બ્રિટનની મોડલ ક્રિસ્ટલ ફોસ્ટર અને બેથ એડમ્સને સ્લોવાકિયાની એક નાઈટક્લબમાં પૈસા આપીને બોલાવવામાં આવી હતી. કોઈ વાતને લઈને આ બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો અને જાેત જાેતામાં તો મામલો એટલો વધી ગયો કે બંને હાથાપાઈ પર ઉતરી પડ્યા. એકબીજાને લાતો મારવા લાગી, વાળ ખેંચવા લાગી, લાફા ચોડી દીધા. સૌથી વધુ આઘાતજનક વાત એ હતી કે લડાઈમાં એટલી તે મશગૂલ થઈ ગઈ કે આ મોડલો એકબીજાના કપડાં ઉતારવા મંડી પડી. વીડિયોમાં બંને સેમી ન્યૂડ અવસ્થામાં જાેવા મળે છે. આ સમગ્ર મામલે એક મોડલ ક્રિસ્ટલનું કહેવું છે કે જ્યારે બાઉન્સરે તેમના પર હુમલો કર્યો ત્યારે તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો. આ હંગામામાં એક મોડલનો ફોન પણ તૂટી ગયો. મળતી માહિતી મુજબ રસ્તા પર ઝઘડી પડેલી બંને મોડલો આમ તો એકબીજાની એક સમયે મિત્ર હતી. આમ છતાં જાહેરમાં આવું આઘાતજનક પગલું ભર્યું.
