Gujarat

યુવતીને કાફેમાં લઈ જઈ દુષ્કર્મ આચરી યુવકે ફોટા વાઈરલની ધમકી આપી

સુરત
સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં લાલગેટ ખાટકીવાડ રાણી તળાવ તેમજ વેસુ જળ મથક પાણીની ટાંકી પાસે રહેતા બાદશાહ સુફિયાન ફતેહ સામે એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોધાવી છે. બાદશાહ વર્ષ ૨૦૨૧થી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. દરમિયાન બાદશાહ ફરિયાદી યુવતીને કાફેમાં લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. તેમજ પાર્ક પાસે બોલાવી બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરતો હતો. જાેકે યુવતી આ બાદશાહથી કંટાળીને સંબંધ રાખવા ઈચ્છતી નહોતી. એટલે બાદશાહે સંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું હતું. બાદશાહે યુવતી સાથે સંબંધ ચાલુ રાખવા માટે થઈને યુવતીના તેની સાથેના ફોટો તેના પરિવારમાં તથા કોલેજના ગ્રુપમાં શેર કરી દેવાનું બ્લેકમેઈલિંગ કર્યું હતું. સાથે જ યુવતીના માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની યુવતીની ફરિયાદ લઈ પોલીસે બાદશાહ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના ઉમરા વિસ્તારમાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને યુવતી સાથે અવારનવાર યુવકે દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમ સંબંધ દરમિયાનના યુવક અને યુવતીના આપતિજનક ફોટો પણ યુવકે પોતાના મોબાઈલમાં લઈ લીધા હતાં. બાદમાં યુવતીએ સંબંધ ન રાતા યુવકે ફોટો વાઈરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની સાથે માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે યુવતીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

The-perpetrator-threatened-to-make-the-photo-viral.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *