Maharashtra

કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયાએ ૯૮.૫૭ કરોડની કમાણી કરી

મુંબઈ
કાર્તિક આર્યનની અને કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા-૨ હાલમાં દર્શકોને ડરાવી ડરાવીને હસાવી રહી છે. ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટ દર્શકોનું દિલ જીતી રહ્યાં છે. આ ફિલ્મ માત્ર આઠ દિવસમાં ૯૮.૫૭ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે ફિલ્મ આજનાં દિવસે ૧૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરી લેશે. ફિલ્મ ૭૫ કરોડ રૂપિયાનાં બજેટમાં બનેલી ‘ભૂલ ભુલૈયા-૨’એ ભારતમાં સાતમાં દિવસે ગુરુવારે ૭.૨૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ફિલ્મે છઠ્ઠા દિવસે બુધવારે ૮.૫૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ પહેલાં તેણે મંગળવારે ૯.૫૬ કરોડ રૂપિયા, ચોથા દિવસે ૧૦.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા દિવસે રવિવારે ૨૩.૫૧ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે શનિવારે ૧૮.૩૪ કરોડ રૂપિયા અને પહેલાં દિવસે શુક્રવારે ૧૪.૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે ફિલ્મે માત્ર આઠ દિવસમાં ૯૮.૫૭ કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે. બોલિવૂડ હંગામાને કહ્યું, “ધાકડ ૨૦ મેના રોજ લગભગ ૨૧૦૦ સ્ક્રીન્સ સાથે રિલીઝ થઈ હતી. રવિવાર, ૨૨ મે સુધી, લગભગ ૩૦૦ સ્ક્રીનો (ફિલ્મ) બંધ હતી, ખાસ કરીને સિંગલ સ્ક્રીન. સોમવારથી સ્ક્રીનની સંખ્યામાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુરુવાર સુધી, તે ટોમ ક્રૂઝ-સ્ટારર ટોપ ગનઃ મેવેરિકને કારણે થિયેટરમાંથી ખેંચી લેવામાં આવ્યું છે. ટોમ ક્રૂઝની ફિલ્મ ૨૬ મેના રોજ રીલિઝ થઈ હતી. ટિકિટ બુકિંગ એપ મ્ર્ર્ાસ્અજીર્રુ પર ‘ધાકડ’ ર્દ્ગ ઉટ્ઠંષ્ઠર(ના વોચ) ઓપ્શન’ સાથે દેખાઈ રહી છે. આનો અર્થ એ છે કે મૂવી જાેનારાઓ માટે બુક કરવા માટે કોઈ શો ઉપલબ્ધ નથી. ફિલ્મ નવી દિલ્હીનાં અમુક જ થિયેટરોમાં જ લાગેલી છે. ‘ધાકડ’ને સારી રીતે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને લગભગ ૨૧૦૦ સ્ક્રીન્સ મળી છે. ભૂલ ભુલૈયા ૨માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. તેને ટી-સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમારે પ્રોડ્યુસ કર્યું છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. આ ફિલ્મ કાર્તિક આર્યનનાં કરિઅરની સૌથી મોટી હિટ સાબિત થઇ છે. તેની ‘ભૂલ ભુલૈયા-૨’એ ‘સોનુ કે ટિટૂ કી સ્વિટી’નો લાઇફટાઇમ અર્નિંગ રેકોર્ડ તોડી દીધો છે.

bhool-bhulaiyaa-2-Film-Poster.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *