રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષામાં કો-ઓર્ડીનેટર તરીકે પી.જી. વિભાગના હેડ મનીષ ધામેચા તો કો-કોર્ડીનેટર દિપક પટેલ, મનીષ શાહ અને રમેશ કોઠારીને મૂકાયા છે. જુલાઈમાં માસમાં ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. જેમાં કોમર્સમાં સૌથી વધુ ૨૦, ફીઝીક્સમાં ૧૪, માઈક્રોબાયોલોજીમાં ૯, હિન્દીમાં ૮, એજ્યુકેશનમાં ૭, ગુજરાતી, કેમેસ્ટ્રી, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માં ૬-૬, કાયદા – ઈતિહાસમાં ૪-૪, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ,મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનીક્સ, અંગ્રેજીમાં ૩-૩ હ્યુમન રાઈટસ, બિઝનેસ મેનેજમેન્ટ, ફાર્મસી, તત્વજ્ઞાન, સંસ્કૃત, સોશ્યલ વર્કમાં ૨-૨, મેથેમેટિક્સ, એપ્લાયડ ફીઝીક્સ અને રૂરલ સ્ટડીઝમાં ૧-૧ સીટ પીએચ.ડી. માટે ખાલી છે. જયારે પત્રકારત્વ અને પરર્ફોર્મિંગ આર્ટસ સહીતની ફેકલ્ટીમાં આ વખતે પીએચ.ડી.ની એક પણ જગ્યા ખાલી નહિ હોવાથી તેમાં એન્ટ્રન્સ ટેસ્ટ જ નહિ લેવાય. જેને કારણે છેલ્લા એક વર્ષથી મહેનત કરતા વિદ્યાર્થીઓની તૈયારી પર પાણી ફરી વળશે. સાથે જ યુનિવર્સિટી દ્વારા તઘલખી ર્નિણય કરાયો છે કે એન્ટ્રન્સ ટેસ્ટમાં પાસ વિદ્યાર્થીને ડીઆરસી માં ગાઈડ ન ફળવાય તો વિદ્યાર્થીએ બીજા વર્ષે રૂ.૫૦૦ ની ફી ભરી ફરી પરીક્ષા પાસ કરવી પડશે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં હવે પાસ વિદ્યાર્થીને સીટ ન મળે તો બીજા વર્ષે ફરી પરીક્ષા આપવાની તેવા નિયમથી છાત્રોમાં ભારે રોસ જાેવા મળી રહ્યો છે. આ વર્ષે ૨૬ કોર્સમાં પીએચ.ડી.ની ૧૨૧ જગ્યા ખાલી છે. જેની એન્ટ્રન્સ ટેસ્ટ જુલાઈમાં યોજાશે.


