Gujarat

તમાકુ ઉત્પાદનો વપરાશના કારણે દેશમા કેન્સરના દર્દીઓની સંખ્યા વધી . વડાપ્રધાનશ્રીના ‘ ‘ તમાકુ મુકત ભારત ” મીશનને સફળ બનાવવા ” વિશ્વ તમાકુ નિષેધ દિવસ ” નિમીતે ગોંડલ મુકામે રાજયકક્ષાનો સેમીનાર .

 દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને તમાકુ મુકત બનાવવાના સ્વપનને સાકાર કરવા દેશભરમા લોક જાગૃત્તિ માટે સેમીનારોનું આયોજન કરવા અપીલ કરેલ છે . જેના અનુસંધાનમા આગામી તા .૩૧ / ૦૫ / ૨૦૨૨ ના સવારના ૦૯:૦૦ કલાકે ” એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ ‘ જામવાડી નેશનલ હાઈવે , ગોંડલ મુકામે ” જીવન બચાવવા માટે તમાકુ નિયંત્રજ્ઞ કાયદાઓને મજબુત બનાવો ” વિષયે રાજયકક્ષાના સેમીનારનું આયોજન કરવામા આવેલ છે . આ સેમીનારમા શ્રી ૨મેશભાઈ ઘડુક ( સંસદ સભ્યશ્રી ) , શ્રીમતિ ગીતાબા જાડેજા ( ધારાસભ્યશ્રી ) , શ્રી એન . એમ . ધારાણી ( ન્યાયમૂર્તિશ્રી ) , કું , એકતાબેન પુરોહિત ( મેનેજર પ્રોજેકટસ , કન્ઝયુમર વોઈસ , ન્યુ દિલ્હી ) , શ્રીમતિ ભાવનાબેન રૈયાણી ( પ્રમુખશ્રી , ગોંડલ નગરપાલીકા ) , શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા ( પ્રમુખશ્રી , માર્કેટીંગ યાર્ડ ) , શ્રી એ . ડી . જોષી ( પ્રાંત અધિકારીશ્રી ) , શ્રી કે . પી . નકુમ ( મામલતદારશ્રી ) , શ્રી અશોકભાઈ પીપળીયા ( ચે૨મેનશ્રી , નાગરીક બેંક ) , શ્રી ડો . ધનશ્યામભાઈ વૈદ ( ભુવનેશ્વરી પીઠ ) , શ્રી જીતુભાઈ આચાર્ય ( પ્રમુખશ્રી , પત્રકાર સંધ ) , શ્રી વી . કે . ગુપ્તા ( ડાયરેકટરશ્રી , કેન્સર હોસ્પીટલ ) વિગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થીત રહી માર્ગદર્શન આપનાર છે . તેમજ માતબર શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ , ડોકટરો , સમાજ સેવી સંસ્થાઓના પ્રતિનિધીઓ તથા બુધ્ધીજીવીઓ ઉપસ્થીત રહી માર્ગદર્શના આપનાર છે . આ કાર્યક્રમનું ઈલેકટ્રોનીક મીડીયા ઉ૫૨ લાઈવ પ્રસારણ થનાર છે . આ કાર્યક્રમમા જોડાવા માંગતી સંસ્થાઓ આવકાર્ય છે . આ સેમીનારની વ્યવસ્થા શ્રીમતિ રમાબેન માવાણી ( માજી સંસદ સભ્ય ) તથા શ્રી ગોપાલભાઈ ભુવા ( ચેરમેનશ્રી , એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ , ગોંડલ ) મોબાઈલ નં .૯૯૨૫૦ ૭૯૧૪૬ એ સંભાળેલ છે .
રીપોર્ટર ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ

IMG-20220530-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *