માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિર્મળસિંહ ચુડાસમા એ શહેરી વિકાસ મંત્રી ગાંધીનગર, પ્રાદેશિક કમિશનર કચેરી નગરપાલિકાઓ ભાવનગર, જૂનાગઢના કલેક્ટર સાહેબ, તથા પ્રાંત અધિકારી વંથલી તથા માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર વગેરેને આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે
માણાવદર નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન થી લઈને સરકારી હાઈસ્કૂલ પાછળના ત્રણ ખૂણીયા માં જે આર.સી.સી.રોડનું કામ ચાલી રહ્યું છે. તેમાં ખોદાકામ કરી અને પછી એસ્ટીમેન્ટ માં દર્શાવ્યા મુજબ આઇટમ. નં ૪ મુજબ પાણી છાંટીને રોલર ફેરવેલ નથી તથા આઈટમ નંબર પાંચ અને છ મુજબ ૪૫ એમ.એમ થી ૯૦એમ.એમની કાંકરી પાથરવાની હોય છે તેમાં એસ્ટીમેટ મુજબ જાડાઈ કરેલ નથી.
આઈટમ નંબર ૭ મુજબ જે પી.સી.સી બનાવવાનું ચાલુ હતું તેમાં એક ગાળામાં અંદાજે ૧૪ થી ૧૫ થેલી સિમેન્ટ નાખવાની હોય છે તેમાં ફક્ત ચાર થેલી સિમેન્ટ વાપરેલ છે જેથી અમો એ વાંધો લય તાત્કાલિક કામ બંધ કર આવેલ છે તો આ કામ એન્જિનિયરની સતત દેખરેખ વગર ચાલુ રાખવામાં આવશે તો રોડની ગુણવત્તા ખૂબ જ નબળી થશે અને તૂટી પડવાનો છે પરિણામે સરકારના નાણાં પણ વ્યર્થ જશે.આઇટમ નં ૪-૫-૬ તથા ૭ નું જે પી.સી.સી નું કામ ચાલુ છે તેની સામે કાયદાકીય તપાસ કરી યોગ્ય પગલા લેવા અને એન્જિનિયર ની હાજરીમા જ કામ ફરીથી ચાલુ કરવા નિર્મળસિંહ ચુડાસમા એ માંગ કરી છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


