ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન નીચે સમર ઈન્ડક્શન કેમ્પ હેઠળ એકદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલાલા ગીરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગીર સોમનાથ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ વર્કશોપનું આયોજન થયેલુ હતું. જેમાં 40 વિદ્યાર્થીઓ અને ૮ સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો હતો.
આ તકે શ્રી મનુસિંહ પરમાર અને કો ટ્રેનર શ્રી કમલેશ પામક તેમજ ગુજકોસ્ટના ટીમના ટ્રેનર્સે પણ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર નરેશભાઈ અને વિજય ભાઈ કોટડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોમનાથ ગુરુકુળના સ્વામીજી ભક્તિ પ્રસાદ દ્વારા ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તકે ગીર સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ભાઈ ફોફંડીએ તેમના ઇનોવેશન પરના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે ગીર સોમનાથના સમાજસુધારક ચંદ્રપ્રકાશ ભટ્ટ અને કોળી સમાજના પ્રમુખે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ વર્કશોપમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર શ્રી એન નાગરાજન, ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત કમિશનર શ્રી મધુ સર તેમજ એસ એસ એસએસઆઈપીની સમગ્ર ટીમ, જીએસીસી તાલાલા ગીરના પ્રો ડેનિશ લાડાણી, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન આર દેસાઈ કો-ઓર્ડીનેટર પ્રોફેસર ધર્મેશ પી વાવૈયા વગેરે હાજર રહ્યાં હતાં.


