Gujarat

શ્રી શનિદેવ જયંતિ નિમિતે ભૂમિ સાઈ મંડળ દ્વારા ૧૦માં પાટોત્સવ મહાયજ્ઞ ઉજવવામાં આવ્યો.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પવિત્ર અમાસ નિમિત્તે તેમજ સાથે શનિદેવ જયંતિ , સોમવતી અમાસ , વટ સાવિત્રી વ્રત તેમજ બુધાદિત્ય સહિત ૪  યોગ નો શુભ સંયોગ જેવા શુભ દિને કપડવંજમાં આવેલ ભૂમિ સોસાયટી માં ભૂમિ સાઈ મંડળ તથા  મુખ્ય યજમાન તરીકે ગુરૂકૃપા માનવસેવા ટ્રસ્ટ તેમજ યજ્ઞમાં બેઠેલ યજમાનો ના સહયોગ થી  શનિદેવ ભગવાન ના ૧૦માં  પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું  હતું.
આ અવસરે સર્વે ભાવિક ભક્તો એ ઉત્સાહ પૂર્વક મહાયજ્ઞ  તેમજ સનીદેવના ધજા રોહન અને આરતી નો લાભ લીધો હતો જ્યારે ગુરૂકૃપા વાળા ચેતન ભાઈ એન પટેલ ,ભોલાભાઈ સર્વે પધારેલ યજમાનો  અને સર્વે ભક્તોએ  દાદાના ભવ્ય શણગાર ના દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી .
શનિ દાદા જન્મ જયંતી નિમિતે  મહાયજ્ઞ અને આરતી ની પુર્ણાહુતી બાદ આશીર્વાદ લઈ સર્વે ભાવિક ભક્તો એ ભોજન મહાપ્રસાદ લીધો હતો .આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ ને સફળ બનાવવામાં ભૂમિ સાઈ મંડળ ના વડીલો અને યુવાનોએ ખુબજ ઉત્સાહ પૂર્વક જહેમત ઉઠાવી હતી.

IMG-20220601-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *