વડોદરા
વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દિપક નાઇટ્રેટ કંપનીમાં કામગીરી દરમિયાન પ્લાન્ટનું બોઇલર બ્લાસ્ટ થતાં એક પછી એક એવા ૮ જેટલા ધડાકા થયા હતા અને આ ધડાકાના અવાજ આજુબાજુના ૧૦થી ૧૫ કિમીના વિસ્તારમાં સાંભળવા મળતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારે ધડાકા સાથે લાગેલી ભીષણ આગના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. આ બનાવની જાણ પ્રાથમિક રીતે ફ્રી ફાયર બ્રિગેડને થતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ, આ ભીષણ આગ એમ વધુ રુદ્ર સ્વરૂપ ધારણ કરતાં આગ કાબુમાં આવે તેવી શક્યતા નહીં લાગતા વડોદરા ફાયરબ્રિગેડ તેમજ આસપાસના ઉદ્યોગોના ફાયર ફાઇટરોની મદદ લીધી છે અને એક સાથે ૧૫થી ૨૦ જેટલા ફાયર ફાઈટરો આગ બુઝાવવાના કામે લગાડવામાં આવ્યા હતા. જાેકે, આગ કાબૂમાં આવી નથી.વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઇટ્રેટ નામની કંપનીમાં લાગેલી આગ અંતે કાબૂમાં આવી ગઈ છે. હાલ પાણીનો મારો ચલાવી કૂલિંગની કામગીરી હાથ ધરાઈ છે. જાેરદાર બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડ પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગના ધુમાડાના ગોટેગોટા હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા. આગની ઘટનામાં ૮ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે પૈકી ૩ને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.દામાપુરા અને રઢિયાપુરા ગામના ૭૦૦ લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ માટે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ હતી. સોડિયમ નાઇટ્રેટ કેમીકલ બનાવતી કંપનીમાં મુખ્ય ઉત્પાદન કરવા માટે કાચો માલ કોસ્ટિક લાઈવ તેમજ એમોનિયા કેમિકલનો સંગ્રહ રાખવામાં આવેલ હતો. કોઈ કારણોસર કંપનીમાં ભયાનક આગ સર્જાતા વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓને બોલાવવામાં આવી હતી. કર્મચારીઓ અને વાહનો સાથે વડોદરા અગ્નિશમનના ચીફ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આગ ઉપર વ્યુહાત્મક રીતે કામગીરી કરવામાં આવી હતી. દીપક નાઇટ્રેટ કંપનીમાં લાગેલી આગને પગલે વેરહાઉસમાં સોડિયમ નાઇટ્રેટનાં ડ્રમ ભરેલા હોવાથી કેમિકલની અસરથી ફાયરબ્રિગેડના કર્મચારીઓને બચાવવા માટે તેમને ફાયર એન્જિનના પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આગ ધડાકાભેર આગળ વધી રહી હોવાથી તેની ગરમી પણ ખૂબ હતી તેમજ કેમિકલને પગલે તેમના શરીરને નુકસાન થવાની શક્યતાને પગલે જે કર્મચારીઓ આગળ કામ કરી રહ્યા હતા તેમને ત્યાં નવડાવીને પછી ફરી કામે લગાડ્યા હતા. ફાયરબ્રિગેડની ૧૭ ગાડીઓ કામે લગાડાઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા દિપક નાઇટ્રેટમાં લાગેલી આગની ઘટનાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી આગ કાબૂમાં આવી નથી અને ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળી રહી છે. કંપની બહાર એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.સયાજી હોસ્પિટલની બહાર સ્ટ્રેચર પણ તૈયાર રાખવામાં આવ્યા છે અને ડોક્ટરો સહિત ૨૫ લોકોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોર અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયા અને વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી ગયા છે.


