Gujarat

રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે ૩ ચોરાઉ બાઈક સાથે ૨ શખ્સોને ઝડપી લઇ ૯૫ હજારના ૩ બાઈક કબ્જે કર્યા છે

*રાજકોટ શહેર માલવીયાનગર પોલીસે ૩ ચોરાઉ બાઈક સાથે ૨ શખ્સોને ઝડપી લઇ ૯૫ હજારના ૩ બાઈક કબ્જે કર્યા છે.*

*રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વાહનચોરીના અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મશરીભાઇ ભેટારીયા, ભાવેશભાઈ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે યુવરાજસિંહ જાડેજા, ભાવિનભાઈ ગઢવી, દિગપાલસિંહ જાડેજા, રોહિતભાઈ કછોટ, મહેશભાઈ ચાવડાને સાથે રાખીને પોકેટ કોપ આધારે ખોડિયારનગરના શાહબાઝ ઉર્ફે નવાબ સત્તારભાઈ જોબન અને લાભદીપ સોસાયટીના રાહુલ કાળુભાઇ રાતડીયાને ઝડપી લઇ વાહનચોરીના ૩ ગુનાના ભેદ ઉકેલી નાખી, ૯૫ હજારના ૩ વાહનો કબ્જે કર્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200918-WA0105.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *