Gujarat

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી થરા શહેરની મુલાકાતે..

ગિરગઢડા
ભરત ગંગદેવ…
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ બનાસકાંઠાના પ્રભારી એવા ગજેન્દ્રસિંહ પરમાર કાંકરેજ તાલુકાની ત્રિદિવસીય મુલાકાતે છે.આ કાર્યક્રમ દરમિયાન તેમણે બનાસકાંઠા જિલ્લા ભાજપના પાયાના ખૂબ જ પ્રમાણિક,કર્મઠ તેમજ નિષ્ઠાવાન આગેવાન પૂર્વ મહામંત્રી અચરતલાલ શીવરામભાઈ ઠકકરના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લઈ પક્ષની મજબૂતાઈ અંગે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્ર્વરભાઈ, થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,જિલ્લા ભાજપ અગ્રણી નિલેષભાઈ મોદી,ભાભર શહેર ભાજપ પ્રભારી નિરંજનભાઈ ઠકકર, તાલુકા ભાજપ મહામંત્રી ઈશુભા,તાણા સરપંચ દશરથભાઈ આઈ.ઠકકર,અગ્રણીઓ વિજયભાઈ ઠકકર, કનુભાઈ બી.આચાર્ય, વિનોદભાઈ ઠકકર સહિત આગેવાન કાર્યકર્તાઓએ ખાસ હાજરી આપી હતી.

IMG-20220604-WA0385.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *