હૈદરાબાદ
કેજીએફ ચેપ્ટર ૨ જાેયા પછી ૧૫ વર્ષના વિદ્યાર્થીને રોકી ભાઈ બનવાનું એવું ભૂત ચડી ગયું કે તે રોકીભાઈ બનવાના ચક્કરમાં હોસ્પિટલ પહોંચી ગયો છે. કેજીએફ ચેપ્ટર ૨ ના પાત્ર રોકી ભાઈથી પ્રેરિત થઈ વિદ્યાર્થીએ એટલી બધી સિગારેટ પીધી કે પરિવારના સભ્યોએ તેને ડૉક્ટર પાસે લઈ જવો પડ્યો છે. તબિયત બગડ્યા બાદ વિદ્યાર્થીને હૈદરાબાદની બંજરાહિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સિગારેટ પીધા બાદ વિદ્યાર્થીને ગળામાં અસહ્ય દુઃખાવો થવા લગતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીના પરિવારજનોએ જણાવ્યું કે, સિગારેટના કારણે તેને ગળામાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં પલ્મોનોલોજિસ્ટ ડૉ. રોહિત રેડ્ડીએ જણાવ્યું કે વધુ સિગારેટ પીવાના કારણે તેની સાથે આવું બન્યું છે. કિશોરે કહ્યું કે, તેણે કેજીએફના રોકી ભાઈથી પ્રેરાઈને ૨ દિવસમાં સિગારેટનું બોક્સ પીધું હતું. તે પછી તેની સાથે આવું થયું છે. ડો.રેડ્ડીએ કહ્યું કે ફિલ્મોની રંગીન દુનિયાની સૌથી ખરાબ અસર બાળકોના જીવન પર પડે છે. બાળકો પહેલા ફિલ્મ જુએ છે અને પછી પાત્રોથી પ્રભાવિત થાય છે અને તેમની નકલ કરવાનું શરૂ કરે છે. બાળકોનું આ પગલું ક્યારેક તેમનો જીવ જાેખમમાં મૂકે છે. ડોક્ટરે કહ્યું કે ફિલ્મ નિર્દેશકોએ ફિલ્મોમાં એવી વસ્તુઓ ન બતાવવી જાેઈએ જેનાથી બાળકો પર ખરાબ અસર પડે અને તેમનું ભવિષ્ય બગડે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે બોલિવૂડની ફિલ્મોમાં બે દાયકાથી વધુ સમયથી આલ્કોહોલ, સિગરેટ અને ફાસ્ટ ફૂડનું વધુ સેવન બતાવવામાં આવી રહ્યું છે, જેની બાળકો પર તેની ખરાબ અસર પડી રહી છે.અભિનેતા યશ સ્ટારર કેજીએફ ૨ ખૂબ સફળ રહી છે. બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. ખાસ કરીને ફિલ્મના મુખ્ય પાત્ર રોકી ભાઈનો કેજીએફને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ છે. આ દરમિયાન આ પાત્ર સાથે જાેડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.


