Gujarat

રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે

*રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.*

*રાજકોટ શહેર તા.૨૨/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં જાહેરમાં ફેંકવામાં આવેલ P.P.E કીટ અને ગ્લોઝ ફેકવામાં આવેલ છે. આ જગ્યા રાજકોટ એ.ડિવિઝન પોલીસ સ્ટેશન થી ફકત ૫૦૦ મીટર દૂર છે. જાહેરમાં P.P.E કીટ અને ગ્લોઝ ફેંકવામાં આવ્યા છે. શું આથી કોરોના નહીં ફેલાય, તો બીજી બાજૂ ભક્તિનગર સ્ટેશન પાસે ઇન્જેક્શમાં વાપરવામાં આવતી સિરિઝનો મોટી માત્રમાં જથ્થો ફેંકવામાં આવ્યો છે. જેની જાણ મહાનગરપાલિકા કરવામાં આવી હોવા છતા સાંજે ઉપાડવા આવશે તેવા જવાબ આપી રહ્યા છે. મેડિકલ વેસ્ટ નિકાલ માટે નોમ્સ હોય છે. રાજકોટમાં આ રીતે જાહેરમાં આ પ્રકારે મેડિકલ વેસ્ટ ફેક્તા અનેક લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. સિરીંઝ જ્યાં પડી છે. ત્યાથી નાના બાળકો અવાર નવાર નિકળતા હોય છે. મજૂરો પણ અવર જવર કરતા હોય છે. અનેક પગમાં સિરીઝ લાગી પણ છે. જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર સામે કાર્યવાહી થવી જોઈએ, તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200922-WA0051-1.jpg IMG-20200922-WA0052-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *