સાગર નિર્મળ
જૂનાગઢના મહેશભાઈ એક સામાન્ય સસ્તા અનાજની દુકાન ધરાવે છે. મહેશભાઈ છેલ્લા ઘણો સમયથી પક્ષીઓ માટે અને પશુઓ માટે ખાસ કરીને ઉનાળામાં પીવાનાં પાણીના કુંડા ભરવા જાય છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સવારે અને બપોરે એમ બે સમય અલગ અલગ જગ્યાએ પોતે મૂકેલા પાણીના કુડા ભરવા જતા જોવા મળે છે. ખાસ કુદરતે તેમને આ કામ કરવા નિમિત્ત બનાવ્યા હોવાનો એક અનોખો આનંદ મળે છે તેવું તે જણાવે છે. મહેશભાઈને જોઈને ખિસકોલીઓ પક્ષીઓ અને કૂતરાઓ પણ પ્રેમથી દોડી આવતા નજરે પડે છે.
મહેશભાઈ એવું પણ જણાવે છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ઉનાળાનાં ચાર મહિના બહારગામ જવાનું પણ ટાળે છે અને તેઓ રોજ દુકાને પહોચવાના સમય કરતાં એક કલાક વહેલા નીકળી માટીના કુંડામાં પાણી ભરે છે દર ચાર દિવસ પોતે આ માટીના કુંડા ધોવે પણ છે. દર ઉનાળાની સીઝનમાં નવા કુંડા પોતાના ખર્ચે લાવે છે.
ખરેખર 5 જૂન વિશ્વ પર્યાવણ દિવસે મહેશભાઈ જેવા પર્યાવરણ પ્રેમીની અનોખી સેવા બદલ જનતા કી જાનકારી ન્યુઝ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.


