નવીદિલ્હી
પીએમ મોદીએ આજે સવારે નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મામલાના મંત્રાલયના પ્રતિષ્ઠિત ૈંર્ષ્ઠહૈષ્ઠ ઉીીા ઝ્રીઙ્મીહ્વટ્ઠિંર્ૈહ નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમએ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાની ખાસ શ્રેણી પણ લોન્ચ કરી. સિક્કા લોન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ નવા સિક્કા દેશના લોકોને સતત અમૃતકાળના લક્ષ્યની યાદ અપાવશે અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન માટે પ્રેરિત કરશે. આ સિક્કા ખુબ જ ખાસ છે કારણ કે આ સ્પેશિયલ સિરીઝના સિક્કાને નેત્રહીન પણ સરળતાથી ઓળખી શકશે. પીએમઓ દ્વારા આ જાણકારી શેર કરવામાં આવી હતી. આ સિક્કા ઓ પર છદ્ભછસ્ નો લોગો હશે. પીએમઓના નિવેદનમાં કહેવાયું કે સિક્કાની આ સ્પેશિયલ સિરીઝમાં છદ્ભછસ્ ના લોગોની થીમ હશે અને દ્રષ્ટિહીન વ્યક્તિઓ પણ સરળતાથી ઓળખી શકશે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા યોગ્ય સમયે યોગ્ય ર્નિણયો દ્વારા પોતાની એક લેગસી બનાવી છે. એક સારી સફર કરી છે. તમે બધા આ વારસાનો ભાગ છો. દેશના નાગરિકોના જીવનને સરળ બનાવવાનું હોય કે દેશની અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની હોય, છેલ્લા ૭૫ વર્ષમાં અનેક સાથીઓએ તેમાં ખુબ યોગદાન આપ્યું. આજે અહીં રૂપિયાની ગૌરવશાળી યાત્રાને પણ દેખાડવામાં આવી. આ સફરથી પરિચિત કરાવનારા ડિજિટલ પ્રદર્શનની પણ શરૂઆત થઈ અને આઝાદીના અમૃત મહોત્સવ માટે સમર્પિત નવા સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આઝાદીનો આ અમૃત મહોત્સવ ફક્ત ૭૫ વર્ષનો ઉત્સવ માત્ર નથી, પરંતુ આઝાદીના નાયક, નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપના જાેયા હતા, તે સપનાને પૂરા કરવા, તે સપનામાં નવું સામર્થ્ય ભરવું અને નવા સંકલ્પોને લઈને આગળ વધવાની પળ છે. આઝાદીના લાંબા સંઘર્ષમાં જેણે પણ ભાગ લીધો તેમણે આ આંદોલનમાં નવા ડાયમેન્શનને જાેડ્યા અને તેની ઉર્જા વધારી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે પણ છેલ્લા આઠ વર્ષમાં અલગ અલગ ડાયમેન્શન પર કામ કર્યું છે. આ દરમિયાન દેશમાં જે જનભાગીદારી વધી અને તેમણે દેશના વિકાસને ગતિ આપી, દેશના ગરીબથી ગરીબ નાગરિકને સશક્ત બનાવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન ગરીબને સન્માનથી જીવવાની તક આપી. પાકા ઘર, વીજળી, ગેસ, પાણી, મફત સારવાર જેવી સુવિધાઓએ ગરીબોની ગરીમા અને સુવિધા વધારી. કોરોનાકાળમાં મફત રાશન યોજનાએ ૮૦ કરોડથી વધુ દેશવાસીઓને ભૂખની આશંકામાંથી મુક્તિ અપાવી. તેમણે કહ્યું કે આજે ૨૧મી સદીનું ભારત પીપલ સેન્ટ્રિક ગવર્નન્સ અપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે. આ જનતા જ છે જેણે આપણને સેવા માટે અહીં મોકલ્યા છે. આથી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે કે અમે સ્વયં જનતા સુધી પહોંચીએ. દરેક મળવાપાત્ર વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાની જવાબદારી અમારા પર છે. અલગ અલગ મંત્રાલયોની અલગ અલગ વેબસાઈટોના ચક્કર કાપવા તેનાથી સારું એ કે ભારત સરકારના એક પોર્ટલ સુધી પહોંચો અને તે સમસ્યાનું સમાધાન થાય. આજે એ જ લક્ષ્ય સાથે જન સમર્થ પોર્ટલ લોન્ચ કરાયું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં દેશે જે રિફોર્મ કર્યા છે તેમાં મોટી પ્રાથમિકતા એ વાતને પણ અપાઈ કે આપણા દેશના યુવાઓને પોતાનું સામર્થ્ય દેખાડવાની પૂરેપૂરી તક મળે. આપણા યુવા પોતાની મનમરજીથી સરળતાથી કંપની ખોલી શકે, તેઓ પોતાના વેપાર સરળતાથી કરી શકે. રિફોર્મ એટલે સુધારની સાથે સાથે અમે જે વાત પર ફોકસ કર્યું તે સરળીકરણ છે. કેન્દ્ર અને રાજ્યના અનેક ટેક્સની જાળની જગ્યાએ હવે ય્જી્ એ લીધી છે. આ સરળીકરણનું પરિણામ પણ દેશ જાેઈ રહ્યો છે. હવે દર મહિને ય્જી્ કલેક્શન એક લાખ કરોડ રૂપિયાને પાર જવુ સામાન્ય થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના નવા સિક્કા લોન્ચ કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ જન સમર્થન પોર્ટલનો પણ શુભારંભ કર્યો.

