શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં આ પહેલાં દિવસે કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યો જેમાં એકનો સંબંધ પાકિસ્તાન સાથે હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે કુપવાડાના ચકતારસ કંડી વિસ્તારમાં આતંકીઓની હાજરીની સૂચના મળતા ત્યાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જમ્મુકાશ્મીરમાં આતંકનો સફાયો કરવા માટે સેના સતત અભિયાન ચલાવી રહી છે. અહીં સુરક્ષાદળોએ છેલ્લા ૨૪ કલાકમાં જુદી-જુદી ૩ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કરી દીધા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ પ્રમાણે શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઢેર કરી દીધો. અથડામણ શોપિંયાના બગીમર્ગ-અલૌરા વિસ્તારના બાગમાં થઈ હતી. માર્યા ગયેલા આતંકીની ઓળખ કુલગામમાં રહેતા નદીમ અહમદના રૂપમાં થઈ છે. પોલીસે કહ્યું કે નદીમ હિઝ્બુલ મુઝાહિદ્દીન સાથે જાેડાયેલો હતો અને ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. નદીમ કુપવાડામાં પંચની હત્યામાં પણ સામેલ રહી ચુક્યો છે. આતંકીઓએ જવાબી કાર્યવાહી કરનાર સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર શરૂ કર્યો હતો. કાશ્મીરના આઈજી વિજય કુમારે ટ્વીટ કર્યું- એક પાકિસ્તાની આતંકવાદી તુફૈલ સહિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા.


