Gujarat

એક ટ્રક ટ્રેલરે સ્કુટર ચાલકને હડફેટે લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું

જામનગર
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે પૂરપાટ વેગે આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે સ્કુટર ચાલક પરપ્રાંતીય શ્રમિક ને ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. મૂળ રાજસ્થાનના વતની અને દરેડ જીઆઇડીસી ફેઝ-૩ માં ભવ્ય ઈંપેક્સ નામના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા સોહનલાલ ધનાલાલ મેઘવાલ નામના ૫૦ વર્ષના શ્રમિક કનસુમરા પાટીયા પાસેથી પોતાનું ટુ-વ્હીલર લઈને નીકળ્યા હતા, જે દરમિયાન પૂરપાટ વેગે પાછળથી ધસમસતા આવી રહેલા એક ટ્રક ટ્રેલરના ચાલકે ટુ વ્હીલરને ઠોકરે ચડાવી દેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકને ગંભીર ઇજા થવાથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજાે સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની આ ઘટનાના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *