Gujarat

જૂનાગઢ પોલીસ દ્વારા બોટાદ સાળંપુરથી  મોટરકારની ચોરીનો ભેદ ઉકેલાયો.

સાગર નિર્મળ
જુનાગઢ
બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિર માથી એક  ઇકો કાર અને ૨ મોબાઇલની ચોરી થયેલ હતી. આ મોટરકારની અને મોબાઈની ચોરી કરનાર ઇસમને ઈકો કાર તેમજ મોબાઇલ ફોન સાથે આરોપીને જુનાગઢ બી ડીવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવેલ.
પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા દ્વારા જૂનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણ-શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા કવાયત હાથ ધરવા માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.આર.પટેલ તથા ગુન્હા શોધક યુનીટના માણસો સતત પ્રયત્નશીલ હોય છે તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો પણ ઉપયોગ કરી ચોરી અને મુદ્દામાલ અંગે શોધી કાઢવાની કામગીરી કરવામાં આવે છે. આ દરમ્યાન પોલીસ સ્ટેશન સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ગુન્હા શોઘક યુનીટના પોલીસ હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ ગીંગાભાઇ અખેડ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેસિંહ ચુડાસમાં બન્ને સંયુકતમા ખાનગી રાહે હકિકત મેળવેલ કે બોટાદ જિલ્લાના બરવાડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નંબર ૧૧૧૯૦૦૦૧૨૨૦૨૧૩/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ સફેદ કલરની ઇકો કાર જેના રજી નં.-GJ-05-RA-8187 વાળી મોટરકાર ચોરી કરનાર એક ઇસમ ચોરીમાં ગયેલ ઇકો મોટરકાર લઇને જૂનાગઢ મજેવડી દરવાજા પાસેથી નીકળવાનો હોય તેવી હકીકત મળેલ હોવાના આધારે પોલીસ સ્ટાફના માણસો મજેવડી દરવાજા પાસે વોંચમાં તેનાત હતા તે દરમ્યાન ઉપરોક્ત ચોરીમાં ગયેલ ઇકો મોટરકાર જેના રજી નંબર નં-GJ-05-RA-8187 વાળી ઇકો મોટરકાર નિકળતા તુરત જ કાર ને કોર્ડન કરી રોકાવી દીધેલ અને તેની પાસેનું ઇકો મોટરકાર જોતા સફેદ કલરની જેના રજી નંબર GJ-05-RA-8187 છે જે ઇસમને ઇકો મોટરકાર બાબતે પૂછતા પોતે સારંગપુર મંદિર માંથી ચોરી કરેલાનું જણાવતો હોય તેમજ મજકુર ઇસમ પાસે રહેલ મોબાઇલ ફોન નંગ-૦૨ ચોરી કરેલા હોવાનું જણાવતો હોય જેથી મજકુર ઇસમ મહેશ જીવાભાઇ પંચાલ પાસેથી ઇકો મોટરકાર તેમજ મોબાઇલ ફોન નંગ-૦૨ પંચો રૂબરૂ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *