Gujarat

રાજકોટ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે

*રાજકોટ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે.*

*રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્તિને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો. ઉતાવળમાં દાદીમાનો ડીસ્ચાર્જ લેતી વખતે દાદીમાની અણમોલ નિશાની સમી સોનાની ૨ તોલાની ૪ બંગડી તેમના કુટુંબીજનો હોસ્પિટલ ખાતે જ ભુલી ગયા હતા. ૧ લાખ રૂપિયાથી વધુ કિમતની આ જણસ પરત લેવા માટે તેમના સ્વજનોને હોસ્પિટલના નર્સિંગ વિભાગમાંથી બે થી ત્રણ વાર ફોન કરવામાં આવ્યા હતા. આ બાબતે ધૃવ પટેલે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો ખરા હ્રદયથી આભાર માન્યો હતો. અને કહયું હતું કે, કે અન્ય ખાનગી હોસ્પિટલમાં મારા દાદીમાએ સારવાર લીધી હોત તો અમે મારા દાદીની આટલી મોંઘી બંગડીઓ જિંદગીમાં કદાચ પાછી ન પણ મેળવી શકયા હોત. સિવિલ હોસ્પિટલના સહકારથી જ અમે મારા દાદીમાની મૂલ્યવાન નિશાની પરત મેળવી શકયા છીએ. અમારા કુટુંબ માટે આ બહુ ભાવનાત્મક બાબત છે. જે બદલ અમે સિવિલ હોસ્પિટલના ખૂબ આભારી છીએ.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200926-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *