માણાવદરના રોણકી ગામમાં S.M.A.1 નામની બીમારીથી પીડાતું 6 માસ નું માસુમ બાળક……
આર્યનના ઇલાજ માટે 16 કરોડ રૂપિયાની જરૂર…
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન અશોકભાઈ પરમાર ને S.M.A.1 પોઝિટિવ છે.તેવું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.આ બીમારીના ઈલાજ માટે ડોક્ટરે 16 કરોડ રૂપિયાના ઇંજેક્શનની જરૂર હોય તેવું પણ જણાવ્યું છે. આ રકમ સાંભળી સામાન્ય પરિવાર માંથી આવતા બાળકના માતાપિતા સહિત પરમાર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે.S.M.A 1 નામની બીમારીનો ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે.આ માસુમ બાળકના ઈલાજ માટે બાળકના માતાપિતા દ્વારા ગુજરાતની જનતાને સેવાભાવી સંસ્થાઓને અને N.G.O શાખા ને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે.આવો સાથે મળી આ માસુમ બાળકને આર્થિક મદદ કરી ખમીરવંતા ગુજરાતની ઓળખ પૂરી પાડીએ.
બાળકનાપિતાનું નામ: ASHOKBHAI PALABHAI PARMAR
A/c no :65590100019616
IFSC code: BARB૦VJMDAR MICR code: 362012133. (Fifth digit is zero )
સંપર્ક: અશોકભાઈ પરમાર મો. 9978711503
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


