Gujarat

ગાંધીનગર સે.૧૧ની બાંધકામ સાઈટ પર મોત કેસમાં ૧૩.૭૯ લાખ ચુકવવા લેબર કોર્ટનો આદેશ

ગાંધીનગર
ગાંધીનગર સેક્ટર-૧૧ સુમન ટાવરની બાજુમાં જે. કે. ઈન્ફ્રા દ્વારા સ્કાય લાઈન બિલ્ડિંગનું કામકામ ૨૦૧૮માં શરૂ કરાયું હતું. ૨૩ જુન ૨૦૧૮ના બેઝમેન્ટની ખોદકામ વખતે અહીં ભેખડ ધસી પડી હતી. જેમાં જિગ્નેશ અને સચીન નામના બે શ્રમિકો દટાયા હતા. જેને તાત્કાલિક પહોંચેલી ફાયર બ્રિગેડે ભારે જહેમતથી બહાર કાઢીને સિવિલ ખસેડ્યા હતા. જાેકે તે પહેલાં જિગ્નેશ ભરતભાઈ મછારનું મોત થઈ ગયું હતું. જે અંગે પહેલાં અકસ્માતે મોતની નોંધ અન તે બાદ સાપરાધ મનુષ્ય વધ અને એટ્રોસિટી એક્ટ હેઠળ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ૧૭ વર્ષના યુવકના મોત બાદ પણ બિલ્ડર દ્વારા વળતર ન ચુકવાતા સમગ્ર મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો હતો. જે અંગે કોર્ટે મૃત્ય અન્વયે ૯,૧૯,૯૬૦ રૂપિયા વળતર અને ૪,૫૯,૯૮૦ પેનલ્ટી ચુકવવા ઠરાવ્યું હતું. આ રીતે આ કેસમાં મૃતકના વારસદારને વળતર તરીકે ૧૩.૭૯ લાખની રકમ ચુકવવા માટે લેબર કોર્ટ દ્વારા આદેશ થયો છે.સેક્ટર-૧૧ ખાતે બાંધકામ સાઈટ પર ભેખડ ધસી પડતાં યુુવકના મોતના કિસ્સામાં બિલ્ડરને પેનલ્ટી સહિત ૧૪ લાખ જેટલું વળતર ચુકવવા આદેશ થયો છે. પૂર્વ મેયરના પતિ તથા જે. કે. ઈન્ફ્રાના વહીવટકર્તા કેતન પટેલને આ વળતર ચુકવવા લેબર કોર્ટે આદેશ કર્યો છે.

Order-to-pay-13.79-lakh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *