Gujarat

કઠલાલ મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે ક્ષત્રિય સમાજની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ક્ષત્રિય રાજપૂત યુવા સમાજ ટ્રસ્ટ, કઠલાલ દ્વારા સમાજને ડિજીટલ માધ્યમથી જોડવાના હેતુ સર વેબ પેજ અને મોબાઇલ એપને લોન્ચ કરવામાં આવી.આ કાર્યક્રમ કઠલાલ ખાતે યોજાયો હતો. છેલ્લા આઠ વર્ષથી ક્ષત્રિય રાજપૂત યુવા સમાજ ટ્રસ્ટ,કઠલાલમાં સમાજના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત છે.સંગઠન દ્વારા સમાજને વધુ ઉચાઇ પર લઇજવાના હેતુ સર સમાજને ડિજીટલ માધ્યમથી જોડવા માટે આ વેબ પેજ અને મોબાઈલ એપને લોન્ચ કરવામાં આવી છે.જે એપમાં સંગઠન અને તેના કર્યો,સરકારી કર્મચારીઓ, ધંધાદારીઓ,રક્ત દાતાઓની માહિતી,લગ્ન વિષયક માહિતી,શૈક્ષણિક સંસ્થાઓ સહીત યુવાનો માટે કારકિર્દી માર્ગદર્શન,શૈક્ષણિક માહિતી, તાલુકાના ગામોનો ઇતિહાસ તેમજ અન્ય સમાજ ઉપયોગી માહિતી એપ્લીકેશનના માધ્યમથી મેળવી શકાશે.આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહજી ચૌહાણ,કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ,પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ તેમજ સામાજિક આગેવાન કરણસિંહ ચાવડા સહીત ખેડા જીલ્લાના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220613-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *